B INDIA જેતપુર : જેતપુરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બળદેવ ધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ હારુનભાઈ મડમના નિકાહ મહારાષ્ટ્ના પુના ગામની શબનમ સાથે દસેક વર્ષ પૂર્વે થયા હતાં. દસ વર્ષના લગ્ન જીવનમાં ફિરોઝ અને શબનમ એક પુત્ર અને પુત્રીના માતા-પિતા બન્યા. નિકાહના પાંચેક વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની નાની બાબતે ખટરાગ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ફિરોઝને પત્નીના વર્તન પર શંકા ગઈ. ફિરોઝને લાગતું હતું કે, તેની પત્ન શબનમના અન્ય કોઈ સાથે સંબંધ છે. આ બાબતને લઈને પતિ-પત્નિ વચ્ચે અનેક વખત ઝગડાઓ થયા. પત્નીના અનૈતિક સંબંધને લઈને ફિરોઝે અનેક વખત શબનમની પૂછપરછ પણ કરતો ત્યારે વચ્ચે બંને ખાસ્સી બોલાચાલી હતી.
શબનમ પાંચેક મહિના પૂર્વે સંતાનોને છોડી એક શખ્સ સાથે ચાલી ગઈ હતી. અન્ય પુરુષ સાથે શબનમનો ગાઢ સંબંધ બંધાયો. પત્ની ચાલી જતાં એ વખતે ફિરોઝે ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. થોડા દિવસ એ પુરુષ સાથે રહ્યા બાદ શબનમ ઘરે પરત આવી. પોલીસે પણ તેમના સંતાનોના ભવિષ્યને લઈને શબનમને ઠપકો આપી ઘરે મોકલી. પરપુરુષ સાથે પત્નીનો સંબંધ પતિને મંજૂર નહોતો. પરંતુ સંતાનોની ચિંતા થતાં પિતાના કહેવાથી ફિરોઝે શબનમને સ્વીકારી લીધી.જો કે થોડા જ સમયમાં ફરી પાછા ફિરોઝ અને શબનમ વચ્ચે ઝગડાઓ થવા લાગ્યા. અને ગઈકાલે બંને વચ્ચેનો ઝગડો વધુ ઉગ્ર બન્યો.
અને શબનમની હત્યા કરી. પત્નીની હત્યા કરી હોવાની ફિરોઝે પોતાના પિતાને જાણ કરી. જો કે ફિરોજના પિતાએ તેને ભાગવના બદલે પોલીસમાં હાજર થવાનું કહેતા તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. ફિરોઝના પિતાએ જ પોલીસને જાણ કરી કે તેમના પુત્રએ પુત્રવધુની હત્યા કરી છે. પોલીસ સ્થળ પર પહોચતા ઘરમાં બંનેની પથારી યથાવત હતી. જેમાં એક ખૂણામાં શબનમ સુતેલ અવસ્થા પડેલ હતી અને તેણીના મોઢા પર ઓશીકું રાખેલ હતું. જે ઓશીકું હટાવતા માથાના ભાગે લોહીથી ખરડાયેલ શબનમનો મૃતદેહ પડ્યો હતો અને બાજુમાં જેના વડે તેણીની હત્યા નિપજાવી તે બળતણનું લાકડું પણ પડ્યું હતું. પોલીસે સ્થળ પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખસેડેલ અને હત્યાની ફરીયાદ નોંધી હતી.