B INDIA ખંભાત : ગુજરાત ATSએ ડ્રગ્સ વેપલાને નાથવા માટે કમર કસી છે. ખંભાતની એક દવા બનાવતી ફેકટરીમાં દરોડો પાડી 100 કરોડનું ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યું છે. ફેકટરીના માલિક સહિત છ લોકોની ધરપકડ કરી છે. સતત 18 કલાક સુધી કંપનીમાં ATSનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગઇકાલે વહેલી સવારે જ ATSએ સર્ચ કર્યું હતું. અમદાવાદના બે ભાગીદારોએ ફાર્મા કંપની શરૂ કર્યાંનું ખુલ્યું. નોંધનીય છે કે, ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા બનતી હતી. ATSએ ડ્રગ્સ બનાવતા એન્જીનીયરને પણ દબોચ્યો. મોડી રાત્રે કંપનીને સિલ કરી ATS અમદાવાદ પહોચી હતી.
ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગ્રીનલાઇફ ફેક્ટરીમાં ATS દ્વારા ગઇકાલે સવારે દરોડા પાડ્યા હતા. ATSએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 100 કરોડથી વધુનો નશાયુક્ત પાઉડર કબજે કર્યો હતો. ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
-> જાણો ડ્રગનો કઈ દવા બનાવવા થતો હતો ઉપયોગ :- ATSએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.100 કરોડથી વધુ થાય છે. આ ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. જેથી 100 કરોડથી વધુનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો.