B INDIA ગાંધીનગર : અમૂલે લાંબા સમય બાદ ફરી દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલની 3 પ્રોડકટસના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે. જાણીએ વિગતવાર….
કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા?
અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા
અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા
અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા
અમુલનાં જુનો દૂધનો ભાવ
અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા
અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા
અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા
નવા વર્ષના પહેલા જ મહિને અમૂલે 3 પ્રોડકટસના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લાના ડભાણ નજીક 45 વિઘા જમીનમાં નવો ચોકલેટ પ્લાન્ટ શરૂ થશે. જેનાથી સ્થાનિક 700 લોકોને રોજગારી મળશે.1233 દૂધ મંડળીઓમાંથી 850 મંડળીઓમાં સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે અને બાકીની મંડળીઓમાં આ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. પશુપાલકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને દાણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મંડળીઓમાં જળસંચયની કામગીરી પણ ચાલી રહી છે.