અમદાવાદમાં એરપોર્ટ પરથી સાત કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મોટો ખુલાસા

B INDIA અમદાવાદ : અમદાવાદમાં હવે થોડા-થોડા સમયના અંતરે ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. હજી માંડ બે દિવસ પહેલા લાલ દરવાજામાં 27 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું, આટલું ઓછું હોય તેમ હવે અમદાવાદ એરપોર્ટ પરથી સાત કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ પોલીસે નહી પરંતુ કસ્ટમ વિભાગે ઝડપી પાડયું છે. મુસાફર ફલાઈટમાંથી બહાર નીકળ્યો અને તપાસ દરમિયાન 4.6 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં મુસાફર બેંગકોકથી અમદાવાદ આવી રહ્યો હતો. અને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપાઈ ગયો છે. હાઇડ્રોપોનિક વીડના વેક્યુમનાં 10 પેકેટ મુસાફર પાસેથી મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કસ્ટમ્સને આ ડ્રગ્સને લઈને બાતમી મળી ગઈ હતી. તેના પગલે કસ્ટમ્સે એરપોર્ટ પર ચેકિંગ ડબલ કરી નાખ્યુ હતું. અને કસ્ટમ્સ વિભાગના ટોચના અધિકારીઓ પણ આ આખા ઓપરેશનમાં સામેલ હતા. સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીથી આવતું સોનું પકડાતું હોય છે, પરંતુ હવે ડ્રગ્સ પણ પકડાવવા લાગ્યું છે.કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરીને તેને અમદાવાદ પોલીસને સુપ્રદ કર્યો છે. અમદાવાદ પોલીસે તેને પકડીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ડ્રગ્સ અમદાવાદ આવ્યું તેનો સીધો અર્થ એમ થાય કે અમદાવાદમાં તેને ક્યાંક સપ્લાય કરવાનું હતું.

અથવા તો અમદાવાદ તેનો ટ્રાન્સપોર્ટ રૂટ હતું. આ પકડાયેલા ડ્રગ્સના છેડા ક્યાં-ક્યાં અડી રહ્યા છે. તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓ પણ સાત કરોડનું ડ્રગ્સ પકડાવવાના પગલે ચોંકી ઉઠ્યા છે. પકડાયેલો આરોપી ફક્ત પેડલર છે કે પોતે જ માલ લાઈને સપ્લાય કરે છે. તેના પર કોના હાથ છે, તે કોના હાથ નીચે કામ કરે છે તેવા અનેક સવાલોના જવાબ મેળવવામાં પોલીસ લાગેલી છે. આગામી સમયમાં આ ડ્રગ્સ કાંડને લઈને કોઈ મોટો ખુલાસો થાય તો નવાઈ નહીં.

Related Posts

જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…

ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ… Bountiful

ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ: કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં મેઘમહેર  ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ | કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ધરમપુર અને નાનાપોંઢામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. જાણો જિલ્લાવાર વરસાદની સ્થિતિ. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 109 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું રાજ્યના હવામાન વિભાગના આંકડાઓમાં સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ પડ્યો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *