સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ વચ્ચે વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના નાણાં ફસાયા

B india સુરત : સુરતમાં હીરા ઉદ્યોગની મંદીનાં કારણે વધુ એક વેપારીએ ઉઠામણું થયું છે. જેના કારણે લેણદારોના નાણાં ફસાયા હતા. શહેરના મહિધરપુરાના હીરા વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. મહિધરપુરાના વેપારી ત્રણ વેપારીઓ પાસેથી હીરા લીધા બાદ રુપિયાની ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ ગયો હતા. લાંબા સમય સુધી કોઈ સમાચાર ના મળતાં લેણદાર ત્રણ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

હીરા બજારમાં ઉઠમણાંનો દોર યથાવત છે. મહીધરપુરાના હીરાના વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. વેપારીએ હીરાના કારોબારને લઈને વરાછાના ત્રણ વેપારી પાસેથી હીરા લીધા હતા. જેના બાદ વરાછાના વેપારીઓ પાસેથી લીધેલ હીરાની કિમંતની ચૂકવણી કરવામાં પાછીપાની કરી હતી. વિશ્વાસે ચાલતા આ ઉદ્યોગમાં વેપારીએ વેપારી સાથે જ છેતરપિંડી કરી અને રૂપિયાની ચૂકવણી કર્યા વગર મહીધરપુરાનો વેપારી ગાયબ થઈ ગયો હતો.

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હીરા ઉદ્યોગ કેન્દ્ર છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાવવા છતાં પણ સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવ્યો નથી. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ ઉત્તર ગુજરાતના વેપારીએ 50 કરોડમાં ઉઠમણું કર્યું હતું.હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા મોટા વેપારીએ કરોડમાં ઉઠમણું કરતાં નાના વેપારીઓ પણ ફસાયા હતા.હીરા ઉદ્યોગના વેપારીઓ દ્વારા ઉઠમણાં કરાયાના વધતી ઘટનાને લઈને આ મામલે સરકારે કડક વલણ અપનાવવા તેમજ કાયદો લાવવાની જરૂર છે. તેમ અન્ય વેપારીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે.

Related Posts

અમદાવાદ એરપોર્ટ પર ₹5.3 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹5.3 કરોડની કિંમતનો 5.36…

અમદાવાદમાં AMTS અને BRTSના 13 ડ્રાઈવરો સસ્પેન્ડ, મુસાફરો સાથે ગેરવર્તન અને ઓવરસ્પીડિંગ બદલ કાર્યવાહી

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને મુસાફરમૈત્રી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ફરજમાં ગંભીર બેદરકારી, ટ્રાફિક નિયમોનો ભંગ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *