મહિસાગરમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, SOGની ટીમે વધુ એક બોગસ તબીબ ઝડપાયો

B india મહિસાગર :- એક બાદ એક બોગસ ડોકટરો પર મહિસાગર SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક બોગસ તબબિનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના અંતરિયાળ વિસ્તારમાં બોગસ ડોકટર ઝડપાયો છે. SOGએ ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વધું એક બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યો છે.

મહિસાગર જિલ્લાથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. ગરીબ લોકોના સ્વસ્થ સાથે ચેડા કરનાર બોગસ ડોકટર બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો છે. SOGની ટીમે બોગસ ડોકટર અને કમ્પાઉડરની ધરપકડ કરી છે. આમ મહિસાગર SOGની ટીમે એનેક બોગસ તબીબોની પોલ ખુલ્લા પાડીને કાર્યવાહી કરી છે.

SOGની ટીમ દ્વારા બાતનીના આધારે રેડ કરતા બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં બીમાર લોકોની સારવાર કરતા ડિગ્રી વગરના ડૉકટર રાજેન્દ્ર ઝાલાની અટકાયત કરાઈ છે. SOGની ટીમ દ્વારા ડોકટર અને કમ્પાઉડરની ધરપકડ કરાઈ છે. ડૉકટર પાસે દવાઓ અને અન્ય મેડિસિન પણ જપ્ત કરવામાં આવ્યા છે. SOGએ બોગસ ડોક્ટર અને કમ્પાઉડર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *