અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે વાલીઓને સાવચેત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયાનો વળગણ બાળકો માટે કેટલો નુકસાન કારક બની શકે છે તે આ કિસ્સામાંથી બહાર આવ્યું છે.
- અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી
- વાલીઓને સાવચેત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો
- 5માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઇ
- ઇન્સ્ટાગ્રામ પર આ બાળકી સગીર પ્રેમીના સંપર્કમાં આવી
- યુવકે અન્ય 3 કિશોરીઓની મદદ બાળકીના અપહરણ માટે લીધી
- પોલીસે સગીરને ઓબ્ઝરવેશન સેન્ટરમાં મોકલી આપ્યો
- સોશિયલ મીડિયાનો વધી રહ્યો છે દુરુપયોગ
- 16 વર્ષના સગીર પ્રેમી સાથે ભાગી જવાનો ખુલાસો.
અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીનીના અપહરણના મામલામાં ખુલાસો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનામાં 5માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર આ બાળકી સગીર પ્રેમીના સંપર્કમાં આવી હતી.ત્યારે આ મામલામાં સગીર યુવકે અન્ય 3 કિશોરીઓની મદદ આ બાળકીના અપહરણ માટે લીધી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી સગીર સાથે બાળકીને શોધી કાઢી છે અને સગીરને ઓબ્ઝરવેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી અને તેની સગીર બહેન તેમની માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. બંને બહેનોએ મોબાઈલમાં કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા, જેમાંથી 5 બંધ છે અને 2 ચાલુ હતા. આ બે ચાલુ એકાઉન્ટમાંથી, 10 વર્ષની બાળકી 16 વર્ષના એક સગીરના સંપર્કમાં આવી હતી.બંનેને પરત લાવ્યા બાદ તેઓના મેડિકલ ચેકઅપ કરાવતા જાણ થઈ કે, સગીરે બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતુ. બંનેના મેડિકલ ટેસ્ટ આવ્યા બાદ બાળકીને માતા-પિતા પાસે પરત મોકલી દેવામાં આવી છે અને સગીર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો છે.
–> સરકારનો મહત્વનો નિર્ણય:-
આવા કિસ્સાના કારણે દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમને ધ્યાનમાં રાખીને શુક્રવારે (3 જાન્યુઆરી) કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યું છે કે, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર પાડ્યું છે કે, સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov.in દ્વારા લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો જણાવવા આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં જનતાએ આપેલા પ્રતિસાદને 18 ફેબ્રુઆરી 2025 પછી ધ્યાને લઈને વિચાર કરવામાં આવશે