સોશિયલ મીડિયાનો બિહામણો ચહેરો, 10 વર્ષની બાળકી 16 વર્ષના પ્રેમી સાથે ભાગી

અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે વાલીઓને સાવચેત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયાનો વળગણ બાળકો માટે કેટલો નુકસાન કારક બની શકે છે તે આ કિસ્સામાંથી બહાર આવ્યું છે.

 

  • અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી
  • વાલીઓને સાવચેત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • 5માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઇ
  • ઇન્સ્ટાગ્રામ પર આ બાળકી સગીર પ્રેમીના સંપર્કમાં આવી
  • યુવકે અન્ય 3 કિશોરીઓની મદદ બાળકીના અપહરણ માટે લીધી
  • પોલીસે સગીરને ઓબ્ઝરવેશન સેન્ટરમાં મોકલી આપ્યો
  • સોશિયલ મીડિયાનો વધી રહ્યો છે દુરુપયોગ
  • 16 વર્ષના સગીર પ્રેમી સાથે ભાગી જવાનો ખુલાસો.

Free Vector | Person addicted to social media illustration concept

 

અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીનીના અપહરણના મામલામાં ખુલાસો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનામાં 5માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર આ બાળકી સગીર પ્રેમીના સંપર્કમાં આવી હતી.ત્યારે આ મામલામાં સગીર યુવકે અન્ય 3 કિશોરીઓની મદદ આ બાળકીના અપહરણ માટે લીધી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી સગીર સાથે બાળકીને શોધી કાઢી છે અને સગીરને ઓબ્ઝરવેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

 

Social Media Addiction - What Is It? Who Is at Risk?

પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી અને તેની સગીર બહેન તેમની માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. બંને બહેનોએ મોબાઈલમાં કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા, જેમાંથી 5 બંધ છે અને 2 ચાલુ હતા. આ બે ચાલુ એકાઉન્ટમાંથી, 10 વર્ષની બાળકી 16 વર્ષના એક સગીરના સંપર્કમાં આવી હતી.બંનેને પરત લાવ્યા બાદ તેઓના મેડિકલ ચેકઅપ કરાવતા જાણ થઈ કે, સગીરે બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતુ. બંનેના મેડિકલ ટેસ્ટ આવ્યા બાદ બાળકીને માતા-પિતા પાસે પરત મોકલી દેવામાં આવી છે અને સગીર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો છે.

 

–> સરકારનો મહત્વનો નિર્ણય:-

આવા કિસ્સાના કારણે દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમને ધ્યાનમાં રાખીને શુક્રવારે (3 જાન્યુઆરી) કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યું છે કે, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર પાડ્યું છે કે, સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov.in દ્વારા લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો જણાવવા આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં જનતાએ આપેલા પ્રતિસાદને 18 ફેબ્રુઆરી 2025 પછી ધ્યાને લઈને વિચાર કરવામાં આવશે

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *