કેજરીવાલે કહ્યું જીતીશું તો મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને પ્રતિમાસ 18 હજાર માનદ વેતન આપીશું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને ગુરુદ્વારાઓમાં કામ કરતા ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે આ યોજના માટે નોંધણી 31 ડિસેમ્બરથી શરૂ થશે. મંગળવારે હું પોતે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી તેની શરૂઆત કરીશ. પછી, અમારા બધા ઉમેદવારો પોતપોતાના વિધાનસભા મતવિસ્તારમાં નોંધણી કરાવશે.જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને ₹18,000નું માનદ વેતન આપવામાં આવશે.આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે.

-> ભાજપના નેતાઓને આ અપીલ કરી હતી :- AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ભાજપના નેતાઓને અપીલ કરી છે કે તેઓ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના,સંજીવની યોજના તેમજ પૂજારીઓ અને પુરોહિતોને માનદ વેતન આપવાની યોજનાનો વિરોધ ન કરે, નહીંત તેમને દોષ લાગશે

-> રોહિંગ્યાઓના પ્રશ્નનો આ જવાબ આપ્યો :- દિલ્હીમાં ગેરકાયદે રોહિંગ્યાઓની સતત ધરપકડ પર તેમણે કહ્યું કે આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની ધરપકડ થવી જોઈએ. તેમની પાસે આ સંબંધિત સંપૂર્ણ ડેટા છે. તેમના ડેટા પરથી ખબર પડશે કે તેઓ ક્યાં, કોણ અને કેવી રીતે સેટલ થયા હતા?

-> ‘માણસ અને ભગવાન વચ્ચે સેતુનું કામ કરે છે’ :- દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ યોજના સમાજના એવા લોકો માટે છે જેમની કોઈ સરકાર કે સંસ્થાએ ક્યારેય કાળજી લીધી નથી. તેમણે કહ્યું કે આ લોકો મંદિરો અને ગુરુદ્વારા દ્વારા દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરે છે. તેઓ સામાન્ય જીવનમાં નૈતિક મૂલ્યો જાળવવામાં પણ ફાળો આપે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પૂજારી અને ગ્રંથીઓ મનુષ્ય અને ભગવાન વચ્ચે સેતુનું કામ કરે છે.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *