ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ માહોલ યથાવત, હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી

ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

23 જુલાઈએ અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જુલાઈએ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

24 જુલાઈ માટે પણ બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

24 જુલાઈના રોજ મહીસાગર અને દાહોદ જિલ્લામાં ફરીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.

આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અને નદી-નાળા નજીક ન જવાની સલાહ આપી છે.

25 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર

25 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયગાળામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

26 અને 27 જુલાઈએ પણ વરસાદી માહોલ યથાવત

આગામી 26 અને 27 જુલાઈ દરમિયાન પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે. અમરેલી, ભાવનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં પડવાની સંભાવના હોવાથી સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉમરગામમાં સૌથી વધુ 11 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં ચાલુ વરસાદ દરમિયાન 22 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં નોંધાયો હતો, જ્યાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ જનજીવન પ્રભાવિત થવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

લોકોને સાવચેતી રાખવાની અપીલ

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવું, નદી-નાળા અને ડેમ નજીક ન જવું તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

 

 

Related Posts

Keshodમાં સ્વદેશી મેળો-2026નો ભવ્ય પ્રારંભ…

Keshodમાં સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ-2026નો ભવ્ય શુભારંભ, 50 જેટલા સ્ટોલમાં સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ Keshod: સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્વદેશી વસ્તુઓના વપરાશને વેગ આપવા અને સ્થાનિક વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે Keshodનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ-2026નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં આશરે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સ્વસહાય જૂથોની બહેનો, સ્થાનિક કારીગરો, સ્વદેશી ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે Keshodનગરપાલિકાનાં પ્રમુખ પ્રતીક્ષા દેવળીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાનો સ્ટાફ, પ્રતિષ્ઠિત આગેવાનો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસને આવકાર્યો હતો. -> સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ : આ સ્વદેશી મેળાનું આયોજન…

₹4.25 કરોડની ઘડિયાળમાં બિરાજ્યા શ્રીરામ અને હનુમાનજી!… Exclusive

₹4.25 કરોડની દુર્લભ ઘડિયાળમાં બિરાજ્યા શ્રીરામ અને હનુમાનજી: અયોધ્યા રામમંદિરની ઝાંખી સાથે ફરતી પૃથ્વી અને ચમકતો સૂર્ય, દુનિયામાં માત્ર 3 નંગ નવી દિલ્હી: ભગવાન શ્રીરામ અને હનુમાનજી પ્રત્યેની આસ્થાને આધુનિક ટેક્નોલોજી અને અદભુત કારીગરી સાથે જોડતી એક અનોખી ઘડિયાળ હાલ ચર્ચામાં છે. અમેરિકન લક્ઝરી વૉચ બ્રાન્ડ Jacob & Co. દ્વારા રજૂ કરવામાં આવેલી ‘શ્રીરામચંદ્ર લિમિટેડ એડિશન’ ઘડિયાળની કિંમત આશરે ₹4.25 કરોડ છે. આ ઘડિયાળની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભગવાન શ્રીરામ, હનુમાનજી અને અયોધ્યાના ભવ્ય રામમંદિરની ત્રિપરિમાણીય ઝાંખી રજૂ કરવામાં આવી છે. કંપનીએ આ વિશિષ્ટ ઘડિયાળના વિશ્વભરમાં માત્ર ત્રણ જ નંગ બનાવવાની જાહેરાત કરી છે. -> હનુમાનજી  : ઘડિયાળમાં ભક્તિ અને આધુનિક કારીગરીનો સંગમ : સામાન્ય રીતે ઘડિયાળનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે,…