PM મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના, કહ્યું આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલી કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે ‘ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી ચાલ્યા આવે છે.

-> પીએમ મોદી કુવૈતના ટોચના નેતૃત્વને મળશે :- વડાપ્રધાને લખ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાનને મળશે. આજે કુવૈત પહોંચ્યા બાદ પીએમ મોદી સાંજે ભારતીય મૂળના લોકોને મળશે. પીએમ મોદી કુવૈતમાં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.

-> ઈન્દિરા ગાંધીએ 1981માં કુવૈતની મુલાકાત લીધી હતી :- પીએમ મોદીની આ મુલાકાત પહેલા દિવંગત પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી વર્ષ 1981માં કુવૈત ગયા હતા. વર્ષ 2009માં તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી પણ કુવૈત ગયા હતા. ભારત અને કુવૈત વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. કુવૈતમાં તેલની શોધ થઈ તે પહેલા ભારત અને કુવૈત વચ્ચે ખજૂર અને ઘોડાનો વેપાર થતો હતો. આ વેપાર ભારતના પશ્ચિમ બંદરોથી થતો હતો. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઉર્જા, વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક પાસાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. કુવૈતના શેખ સાદ અલ અબ્દુલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ‘હલા મોદી’ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *