પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ : 700 દર્દીઓને મફત પોષણ કીટ, 123 ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર

પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને વેગ આપવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા દ્વારા CSR અંતર્ગત અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના સહયોગથી 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા આશરે 4000 ટી.બી. દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાયથી ટી.બી.મુક્ત કરવામાં સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટી.બી. અસાધ્ય રોગ નથી અને સમયસર તથા સંપૂર્ણ દવાઓ લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે.

પાટણ જિલ્લાની 123 ગ્રામ પંચાયતને ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ 486 ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા તથા સરકારની મફત સારવાર અને પોષણ કીટનો લાભ લેવા અપીલ કરવામાં આવી.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, UGVCLના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabadમાં હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ… 1

Ahmedabadમાં હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ! દાણીલીમડા-પીરાણા રોડ પર મનપાની કાર્યવાહી, 2000 કિલો રો-મટિરિયલ જપ્ત Ahmedabad: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દાણીલીમડા-પીરાણા રોડ પર હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવવામાં આવતો હોવાની વિગતોના આધારે સંબંધિત યુનિટને સીલ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. કાર્યવાહી દરમિયાન આશરે 2000 કિલો રો-મટિરિયલ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહીથી શહેરમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોમાં સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જોકે, જપ્ત કરાયેલા માલના નમૂનાઓની તપાસ અને સત્તાવાર રિપોર્ટના આધારે જ તેની ગુણવત્તા અંગે અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય. -> દાણીલીમડા-પીરાણા…

Gandhinagarના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ! 4નાં મોત… Tragedy

Gandhinagarના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ! 4 કામદારોનાં મોત, બોઈલરની વેસલ ફાટતાં મચી અફરાતફરી Gandhinagar: Gandhinagar જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં કામકાજ દરમિયાન બોઈલર સાથે જોડાયેલી વેસલમાં પ્રેશર વધતાં તે ફાટી ગઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં કામ કરી રહેલા કામદારો ઉછળીને દૂર ફંગોળાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં કામદારોની સલામતી અને કંપનીમાં સુરક્ષાનાં ધોરણો અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.જોકે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ, મૃતકોની ઓળખ અને કંપનીમાં સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગેની અંતિમ વિગતો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. -> Gandhinagar : બોઈલરની…