આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 અંતર્ગત માત્ર લિવ-ઇન સંબંધને આધારે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય, ત્યાં સુધી આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી.

શું હતો મામલો?
કોર્ટ સમક્ષ 12 અલગ-અલગ યુગલોએ અરજી કરી હતી. તેમાં 7 મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને 5 હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. યુગલોએ દાવો કર્યો હતો કે પરિવારજનો અને કેટલાક તત્ત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેથી પોલીસ સુરક્ષા આપવામાં આવે.

“અમે તેમને માત્ર બે પુખ્ત વ્યક્તિ તરીકે જુએ છીએ”
જસ્ટિસ વિવેક કુમાર સિંહની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, કોર્ટ યુગલોને ‘હિન્દુ’ કે ‘મુસ્લિમ’ તરીકે નહીં પરંતુ બે પુખ્ત નાગરિક તરીકે જુએ છે. ભારતના બંધારણની કલમ 21 મુજબ દરેક નાગરિકને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અને વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર છે. ધર્મના આધારે આ અધિકાર છીનવી શકાય નહીં.

સરકારની દલીલ ફગાવાઈ
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે યુગલોએ ધર્માંતરણ માટે કલેક્ટર પાસે અરજી કરી નથી, તેથી સંબંધ ગેરકાયદે ગણાય. પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જ્યારે યુગલોએ પોતાનો ધર્મ બદલ્યો જ નથી અને તેઓ પોતપોતાના ધર્મનું પાલન કરીને સાથે રહે છે, ત્યારે ધર્માંતરણની મંજૂરી લેવાની જરૂર નથી.

12 યુગલોને સુરક્ષા આપવા નિર્દેશ
હાઇકોર્ટે સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓને આદેશ આપ્યો છે કે, જો યુગલો સુરક્ષા માગે તો તેમને તાત્કાલિક રક્ષણ આપવામાં આવે. સાથે જ કોર્ટે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિ બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરે, તો યુગલો તેની વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવી શકે છે.

વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાથમિકતા
આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે ધર્માંતરણ વિરોધી કાયદાના દુરુપયોગ અંગે ચર્ચા ચાલી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીનો અધિકાર સર્વોપરી છે. જો બે પુખ્ત વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય, તો કુટુંબ, સમાજ કે રાજ્ય તેમાં અનાવશ્યક દખલગીરી કરી શકતું નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabadમાં હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ… 1

Ahmedabadમાં હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ! દાણીલીમડા-પીરાણા રોડ પર મનપાની કાર્યવાહી, 2000 કિલો રો-મટિરિયલ જપ્ત Ahmedabad: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દાણીલીમડા-પીરાણા રોડ પર હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવવામાં આવતો હોવાની વિગતોના આધારે સંબંધિત યુનિટને સીલ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. કાર્યવાહી દરમિયાન આશરે 2000 કિલો રો-મટિરિયલ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહીથી શહેરમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોમાં સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જોકે, જપ્ત કરાયેલા માલના નમૂનાઓની તપાસ અને સત્તાવાર રિપોર્ટના આધારે જ તેની ગુણવત્તા અંગે અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય. -> દાણીલીમડા-પીરાણા…

Gandhinagarના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ! 4નાં મોત… Tragedy

Gandhinagarના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ! 4 કામદારોનાં મોત, બોઈલરની વેસલ ફાટતાં મચી અફરાતફરી Gandhinagar: Gandhinagar જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં કામકાજ દરમિયાન બોઈલર સાથે જોડાયેલી વેસલમાં પ્રેશર વધતાં તે ફાટી ગઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં કામ કરી રહેલા કામદારો ઉછળીને દૂર ફંગોળાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં કામદારોની સલામતી અને કંપનીમાં સુરક્ષાનાં ધોરણો અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.જોકે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ, મૃતકોની ઓળખ અને કંપનીમાં સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગેની અંતિમ વિગતો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. -> Gandhinagar : બોઈલરની…