ગાંધીનગરમાં યોજાયો સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ: સંસ્કૃતિનો જીવંત વારસો ગણાવી અધ્યક્ષ હિમાંજય પાલીવાલનું સંબોધન

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો હતો. માધ્યમિક સ્તરે સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ વેગ આપવા તેમજ આ ક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. નવી પેઢી આ વારસા સાથે જોડાય તે માટે આચાર્યો અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે.

આ કાર્યક્રમમાં રાજ્યની કુલ 223 સંસ્થાઓ જોડાઈ હતી. સંસ્થાઓના આચાર્યઓ અને સંસ્કૃત વિષયના ગુરુજીઓ સહિત કુલ 476 શિક્ષણસેવકોનું તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. પદ્મકુમારજીએ “પરિવાર પ્રબોધન: સંસ્કૃત દ્વારા વ્યક્તિત્વ વિકાસ, પર્યાવરણ જાગૃતિ અને ઉત્તમ નાગરિક ઘડતર” વિષય પર પ્રેરણાદાયી રજૂઆત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના જતન અને પ્રચાર-પ્રસાર માટે લેવાયેલા આ પ્રયાસને સંસ્કૃતપ્રેમી મહાનુભાવોએ સ્તુત્ય ગણાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ સંસ્કૃતના સંવર્ધન માટે એકજૂટ પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં સંસ્કૃત બોર્ડના ઉપાધ્યક્ષ ડૉ. પંકજકુમાર ત્રિવેદી, પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા, સાહિત્યકાર ડૉ. કનૈયાલાલ ભટ્ટ તથા સંસ્કૃત વિષ્યા તજજ્ઞો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હોળી-ધૂળેટી તહેવારો નિમિત્તે 1300 વધારાની બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ

હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિશેષ આયોજન…

ગુજરાતમાં ખેતી વિજળી પર વીજકર સંપૂર્ણ નાબૂદ, ગ્રામ્ય-શહેરી વીજકરમાં વ્યાજના દરો જાહેર: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો…