Ahmedabad: ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) પૂર્ણ; 49.12 લાખથી વધુ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરની ઉપસ્થિતિમાં તા.01-01-2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝૂંબેશ બાદ તૈયાર થયેલી આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં ગત તા. 28 ઓક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરાયેલા આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા મતવિભાગોમાં વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લાનાં ૫૫૨૪ મતદાન મથકો પર વિવિધ તબક્કે એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ, હક્કદાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

શરૂઆતમાં 62,59,620 મતદારો માટેની આ ઝૂંબેશ બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ હતી, જેમાં 48,06,916 મતદારોનો સમાવેશ થયો હતો. આ પ્રક્રિયામાં ગેરહાજર, સ્થળાંતરિત કે અવસાન પામેલા (ASD) કુલ ૧૪,૫૨,૭૦૪ મતદારોનાં નામ કમી કરવામાં આવ્યા છે. આજે પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદી મુજબ હવે અમદાવાદ જિલ્લામાં 25,46,672 પુરુષ, 23,65,665 સ્ત્રી અને 211 અન્ય એમ કુલ 49,12,548 મતદારો નોંધાયા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી SIRની આ પ્રક્રિયા અત્યંત સઘન અને પારદર્શક રહી છે. 4 નવેમ્બરથી શરૂ થયેલા એન્યુમરેશન ફેઝમાં અમારા BLO દ્વારા દરેક મતદારો સુધી પહોંચીને ફોર્મ્સનું વિતરણ અને કલેક્શન કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ બાદ જ્યારે વાંધા અરજીઓનો સમયગાળો આપવામાં આવ્યો, ત્યારે મતદારોએ ERO અને AERO સમક્ષ ઉપસ્થિત રહીને પુરાવાઓ રજૂ કર્યા હતા. ચૂંટણી પંચની સૂચના મુજબ આ તમામ હક્કદાવા અને વાંધા અરજીઓ બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરીને આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે મતદાર યાદી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો કોઈ મતદારનું નામ હાલમાં કમી થયું હોય અથવા કોઈ સુધારો કરાવવો હોય, તો ગભરાવાની જરૂર નથી. 18 વર્ષ પૂર્ણ કરનાર નવા મતદારો અથવા સ્થળાંતરિત થઈને આવેલા નાગરિકો ફોર્મ નં. 6, 7 કે 8 દ્વારા ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી ગમે ત્યારે નામ નોંધણી કે સુધારાની પ્રક્રિયા કરાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીને સફળ બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 21 મતદાર નોંધણી અધિકારીઓ અને 80 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપરાંત 5524 BLO, 592 BLO સુપરવાઈઝર અને 3000થી વધુ BLO સહાયકોની સેવાઓ લેવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા AMC, AUDA, UGVCL અને R&B જેવા વિભાગોમાંથી પણ વધારાનો સ્ટાફ નિયુક્ત કરાયો હતો.

મતદારોની સરળતા માટે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન વખતોવખત વિવિધ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિમોલિશન, રિડેવલપમેન્ટ, સ્લમ એરિયા અને ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જિલ્લાભરમાં 80 જેટલા હેલ્પ ડેસ્ક કાર્યરત કરી મતદારોને ફોર્મ નં. 6, 7 અને 8 ની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે હેતુથી માન્ય રાજકીય પક્ષો સાથે કુલ ૪ બેઠકો યોજાઈ હતી અને તેમને બૂથ વાઈઝ ASD (Absent+Shifted+Death) યાદી પૂરી પાડવામાં આવી હતી, જે https://ahmedabad.nic.in/ તેમજ https://ahmedabad.gujarat.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, SIR પ્રક્રિયા દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર-પ્રસાર કરી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રીલ્સ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

વધુમાં, SIR પ્રક્રિયા દરમ્યાન BLO Application, ECI Net Application, ફરિયાદ નિવારણ માટે NGSP Portal, PG Portal જેવી ટેક્નોલોજી આધારિત એપ અને પોર્ટલ તથા ટોલ ફ્રી નંબર 1950 નો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી હતી. 1950 ટોલ ફ્રી નંબર પર SIR કામગીરી દરમિયાન કુલ 6787 કોલ્સ દ્વારા મતદારો તરફથી માહિતી મેળવવામાં આવી હતી. બુક અ કોલ વિથ BLO સુવિધા દ્વારા કુલ 14,028 કોલ રિક્વેસ્ટનું હકારાત્મક નિરાકરણ કરી ચૂંટણી તંત્રએ આ આખરી મતદારયાદી તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…