ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત

રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજ્યની જનતા પર વધારાનો આર્થિક બોજ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ધારાસભ્યોના કાર્યાલય ખર્ચ તેમજ મતવિસ્તાર વિકાસ માટે મળતા ભથ્થાં વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી.

સમિતિ દ્વારા અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને મળતા ભથ્થાં અને સુવિધાઓની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવી રહી છે. આ અભ્યાસ બાદ ગુજરાતમાં ધારાસભ્યોના ભથ્થાંમાં વધારો કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દે સરકાર સાથે પરામર્શ કરીને સમિતિ અંતિમ ભલામણ કરશે તેવી માહિતી મળી છે.

ધારાસભ્યોની સુવિધાઓમાં સંભવિત વધારા અંગેની ચર્ચા શરૂ થતા જ વિરોધાભાસી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ એવું કહેવાઈ રહ્યું છે કે ધારાસભ્યો પોતાના કાર્યક્ષેત્રમાં અસરકારક રીતે કામ કરી શકે તે માટે પૂરતી સુવિધાઓ જરૂરી છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતા પર વધતા ખર્ચના બોજ અને નૈતિકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…