અમેરિકા : સાન ફ્રાન્સિસ્કો સહીત બે જગ્યા પર ભૂકંપના જોરદાર આંચકા, સાન રામોનમાં 14 આંચકા નોંધાયા

અમેરિકાના કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. યુ.એસ. જીઓલોજિકલ સર્વે (USGS) ના ડેટા અનુસાર, સાન રામોન અને આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં એકસાથે 14 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા, જેના કારણે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો.

તીવ્ર ભૂકંપનું કેન્દ્ર
સોમવારે સવારે 7 વાગ્યે સૌથી શક્તિશાળી આંચકો 4.2 તીવ્રતાનો નોંધાયો, જે સાન રામોનના દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. આ અસર ઓકલેન્ડ, રિચમંડ, સાન લેઆન્દ્રો અને હેવર્ડ સુધી અનુભવાઈ. સાન ફ્રાન્સિસ્કોના ગ્લેન પાર્ક અને નોપા વિસ્તારમાં રહેનાર લોકોએ બારીઓ ધ્રૂજતી હોવાનું જણાવ્યું. બીજાં આંચકાઓની તીવ્રતા 2.5 થી 3.9 વચ્ચે નોંધાઈ, અને તમામનું કેન્દ્ર સાન રામોનના અલ્કોસ્ટા બુલેવાર્ડની આસપાસ હતું. આ વિસ્તાર છેલ્લા એક મહિનાથી ભૂકંપના આંચકા અનુભવતો રહ્યો છે. ગત નવેમ્બર-ડિસેમ્બરમાં અહીં 87 જેટલા આંચકા નોંધાયા હતા.

રેલવે વ્યવહાર પર અસર
ભૂકંપને કારણે પ્રાદેશિક ટ્રેન સેવા BART દ્વારા તાત્કાલિક એલર્ટ જારી કરવામાં આવ્યું. ટ્રેનોની ગતિ ઘટાડવા સાથે સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી, જેના કારણે ટ્રેનો લગભગ 20 મિનિટ મોડા રહ્યા. હજી સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

વૈજ્ઞાનિકોનું મંતવ્ય
વિશ્વસનીય નિષ્ણાતો આ ઘટનાને અર્થક્વેક સ્વાર્મ (Earthquake Swarm) તરીકે ઓળખાવે છે, જેનો અર્થ છે કે કોઈ ચોક્કસ નાના વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા આવવા. આ વિસ્તાર કેલાવેરાસ ફોલ્ટ (Calaveras Fault) પર આવેલો છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના Manufacturing MSMEનું GIS મેપિંગ, Empowered PM ગતિ શક્તિ સાથે જોડાણ 2026 Insightful

MSME: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ, PM ગતિ શક્તિ પોર્ટલ સાથે થશે એકીકરણ MSME:ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે MSME ક્ષેત્રને વધુ સુવ્યવસ્થિત અને ડેટા આધારિત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘Raising and Accelerating MSME Performance (RAMP)’ યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત મેન્યુફેક્ચરિંગ MSME એકમોની સ્થિતિ, સ્થાન અને સંબંધિત માહિતીનો સુવ્યવસ્થિત તથા સંકલિત ડેટાબેઝ તૈયાર કરવાનો છે. તેના માટે ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં…

PM Modi ના 76મા જન્મદિવસે જાસપુરમાં 76 હજાર દીવડાઓથી ઉજવણી Dynamic

Modi વિશ્વ ઉમિયાધામ-જાસપુરમાં ‘આશીર્વાદનો દીવો’: PM મોદીના 76મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર Modiના 76મા જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીપોત્સવ, મહાઆરતી, વંદે માતરમ્ ગાન, લોકડાયરો અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. Modi 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસને ધ્યાનમાં રાખીને વિશ્વ ઉમિયાધામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તેને ‘આશીર્વાદનો દીવો’ નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ચેતનાના સંદેશ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનો હોવાનું જણાવાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના…