કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર ભારતને સેમીકન્ડક્ટર હબ બનાવવા માટે ₹40,000 કરોડ ફાળવી રહી છે. તેમણે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરવાની પણ જાહેરાત કરી. આ મિશન હેઠળ:

ટેકનોલોજી અને કુશળ કામદારોની તાલીમ માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ તૈયાર કરવામાં આવશે. ભારતીય IP અને ઉપકરણો/સામગ્રીના ઉત્પાદન માટે સંપૂર્ણ સ્કેલ પાઇપલાઇન વિકસાવવામાં આવશે.

નાણામંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બજેટ રજૂ થવાના પહેલા કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર હતા.

બજેટના અન્ય મહત્વપૂર્ણ પાસા:
– મધ્યમ વર્ગને મોંઘવારીમાં રાહત મળવાની અપેક્ષા
– વેપારી સમુદાય માટે ટેક્સ ઘટાડાની શક્યતાઓ
– ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને આગામી બે વર્ષમાં ત્રીજા ક્રમમાં પહોંચવાની અપેક્ષા
– 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવા માટે દેશે સતત 8% GDP વૃદ્ધિ દર જાળવી રાખવો પડશે

નાણામંત્રીએ કહ્યું કે આ પગલાં ટેક અને ઈન્ડસ્ટ્રીને મજબૂત બનાવશે, નવી નવી ટેકનોલોજી અને કુશળ કામદારોની પાઇપલાઇન તૈયાર કરશે અને ભારતને વૈશ્વિક સેમીકન્ડક્ટર બજારમાં મુખ્ય હબ બનાવવા માટે દોરી જશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…