દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ ૧૯ એવા ઝેરી તત્વો હાજર છે, જે સીધા માનવ સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યા છે.

ખતરનાક તત્વો
PM 2.5 કણોમાં એલ્યુમિનિયમ, સીસું, આર્સેનિક, ક્રોમિયમ અને નિકલ જેવા તત્વો ભળેલા છે. આ તત્વો એટલા સૂક્ષ્મ છે કે ફેફસાના ફિલ્ટરને પાર કરી લોહીમાં ભળી જાય છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય અને કિડનીના ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે.

પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત
અભ્યાસ મુજબ આ ઝેરી તત્વો મુખ્યત્વે નીચેના સ્ત્રોતો દ્વારા હવામાં ભળે છે:
– રસ્તાની ધૂળ અને માટી
– વાહનોનું ઉત્સર્જન
– ઔદ્યોગિક પ્રવૃત્તિઓ
– અશ્મિભૂત ઇંધણનું દહન
– અન્ય પર્યાવરણીય પ્રદૂષણ

વિશેષ ચિંતાજનક તત્વો
સલ્ફર, ક્લોરિન અને પોટેશિયમ વર્ષભર હવામાં રહે છે, જ્યારે શિયાળામાં તેમની સાંદ્રતા ચરમસીમાએ પહોંચે છે. ખાસ કરીને ક્રોમિયમ અને આર્સેનિક જેવા કેન્સર પેદા કરનારા તત્વોની હાજરી તબીબી નિષ્ણાતોને ગંભીર ચિંતામાં મૂકી રહી છે.

જરૂરી પગલાં
વિજ્ઞાનીઓનું કહેવું છે કે માત્ર વાયુ પ્રદૂષણના આંકડા ઘટાડવાથી કામ નહીં ચાલે. ઉદ્યોગોના ધુમાડા અને વાહનોના ટાયરના ઘસારામાંથી નીકળતી સૂક્ષ્મ ધાતુઓ પર કડક નિયંત્રણ જરૂરી છે, નહીતર દિલ્લીવાસીઓ માટે શુદ્ધ શ્વાસ લેવું એક સપનું બની રહેશે. આ અહેવાલ પછી સરકારને પર્યાવરણીય નીતિઓમાં ફેરફાર અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં લેવાની જરૂરીયાત ઊભી થઈ છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતીઓનો ડેટા ડાર્ક વેબ પર? બેંક-ઇન્શ્યોરન્સ વિગતો લીક થવાથી ખળભળાટ 2026 : Shocking Revelations

ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સ ડેટા લીક? ડાર્ક વેબ પર વેચાણના દાવા વચ્ચે સાયબર સુરક્ષાને લઈને ચિંતા વધી  ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સ સંબંધિત ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાના દાવા સામે આવ્યા છે. સાયબર નિષ્ણાતોએ સાવચેત રહેવાની સલાહ આપી છે. જાણો સમગ્ર મામલો અને કેવી રીતે રાખશો તમારી માહિતી સુરક્ષિત. ડિજિટલ યુગમાં વ્યક્તિગત માહિતીની સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. તાજેતરમાં એવા દાવાઓ સામે આવ્યા છે કે ગુજરાતના કેટલાક નાગરિકોની બેંકિંગ અને ઇન્શ્યોરન્સ સંબંધિત માહિતી ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ દાવાઓને કારણે સાયબર સુરક્ષા અંગે લોકોમાં ચિંતા વધી છે. જોકે, આ દાવાઓની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે કે નહીં તે સંબંધિત તપાસ એજન્સીઓ અથવા સંસ્થાઓ દ્વારા સ્પષ્ટ થવાનું બાકી…

અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…