જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે

મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે.

આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ યોજનાથી અનેક ગામોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થશે.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છે. તેમની આ મુલાકાતથી ચાલી રહેલા વિકાસ કામોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક પણ હાજર રહ્યા હતા. સાથે સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…