Rajkot: આટકોટના દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, મળ્યો ફક્ત આટલા દિવસમાં ન્યાય

ગુજરાત માટે આજે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાના આટકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના મામલે ન્યાયતંત્રએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના માત્ર 39 દિવસના ટૂંકા ગાળામાં જ કોર્ટે નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

રાજકોટ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે 4 ડિસેમ્બરના બનેલી દુષ્કર્મની ઘટનાના માત્ર 11 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બરથી શરૂ થયેલી પહેલી હિયરિંગ બાદ 3 જાન્યુઆરીએ વધારાના નિવેદનો લેવાયા હતા. ત્યાર બાદ 5 જાન્યુઆરીએ અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. ઘટના ને લઈને સરકારી વકીલે આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને આરોપી માટે ફાંસીની માંગ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો

શું હતી ઘટના
રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપરમાં ગત 4 ડિસેમ્બરના રોજ બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે રમતી હતી આ દરમિયાન ઘટનાનો આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે જાય છે અને બાળકીના ગુપ્ત ભાગમાં 5 ઈંચનો લોખંડનો સળીયો નાખી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી લોકો આવી જતાં આરોપી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના મામલે 8 ડિસેમ્બરે ફરિયાદ નોંધાયા બાદ 9 ડિસેમ્બરે આટકોટ પોલીસે આરોપી રામસિંગની ધરપકડ કરી હતી. 10 ડિસેમ્બરે રિકવરી પંચનામા વખતે આરોપી રામસિંગએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના ને લઈ પોલીસે વળતો જવાબ આપતા આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હતો. .

હર્ષ સંઘવીએ શું કહ્યું
સમગ્ર ઘટનાને લઈને રાજ્યના ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત. નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance. આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે. દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે. આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો. ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…