ROBOFEST–ગુજરાત 5.0 માં સર્જાયો ઇતિહાસ, 229થી વધુ પેટન્ટ્સની થઈ નોંધણી ; 137 ટીમો ગ્રાન્ડ ફિનાલે માટે થઈ ક્વોલિફાય

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા એવી ROBOFEST–ગુજરાત 5.0 ના Level–II (Proof of Concept) રાઉન્ડના મૂલ્યાંકન માટે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઑફ એક્સેલન્સ (iACE), ગાંધીનગર ખાતે 28 થી 30 ડિસેમ્બર, 2025 દરમિયાન આ બેઠક યોજાઈ હતી.

Level–II Proof of Concept રાઉન્ડ દરમિયાન લગભગ 1,200 વિદ્યાર્થીઓ અને મેન્ટર્સને સમાવતી 229 ટીમો દ્વારા નવ સ્પર્ધાત્મક કેટેગરીઓમાં કાર્યરત રોબોટિક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રોબોટ્સ દ્વારા ટ્રેક પર દોડ, હવામાં ગતિ, મેઝ ચેલેન્જનો ઉકેલ, મુશ્કેલ ભૂપ્રદેશમાં નેવિગેશન તથા પાણી નીચે ચાલતા રોબોટ્સ જેવી જીવંત રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રદર્શન iACE કેમ્પસના વિવિધ સ્થળો તેમજ સચિવાલય જિમખાના ખાતેના સ્વિમિંગ પૂલ વિસ્તારમાં યોજાયા હતા, જે રોબોટિક સોલ્યુશન્સની વિવિધતા, જટિલતા અને વાસ્તવિક ઉપયોગિતાને પ્રતિબિંબિત કરે છે.

ત્રણ દિવસીય પ્રેઝન્ટેશન અને ડેમોનું મૂલ્યાંકન દેશભરના પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતોથી બનેલી ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમોને ટેકનિકલ મજબૂતી, કાર્યક્ષમતા, જટિલતા, નવીનતા અને પ્રદર્શનની ગુણવત્તા જેવા સુનિર્ધારિત માપદંડોના આધારે આંકવામાં આવી હતી. સઘન મૂલ્યાંકન પ્રક્રિયા બાદ TAC દ્વારા 137 ટીમોને ROBOFEST–ગુજરાત 5.0 ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવી હતી. આમાંથી 104 ટીમો ગુજરાતની છે, જ્યારે 33 ટીમો અન્ય રાજ્યની છે, જેમાં MNIT જયપુર, IIT કાનપુર, BITS પિલાની, NIT રાઉરકેલા, MANIT ભોપાલ, VIT ચેન્નઈ, ચંડીગઢ યુનિવર્સિટી અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ડ ફિનાલે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે.

229થી વધુ પેટન્ટ્સ એકસાથે નોંધાવવામાં આવ્યા
ROBOFEST–ગુજરાત 5.0 ની એક વિશિષ્ટ અને ઐતિહાસિક સિદ્ધિ તરીકે, GUJCOST ખાતે કાર્યરત પેટન્ટ ઇન્ફોર્મેશન સેલ (PIC) દ્વારા ભાગ લેનારી ટીમોના 229થી વધુ પેટન્ટ્સ એકસાથે નોંધાવવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓ માટેની રોબોટિક્સ સ્પર્ધામાં અભૂતપૂર્વ છે. આ પહેલ ગુજરાતમાં બેઝિક ઇનોવેશન, બૌદ્ધિક સંપત્તિ સર્જન અને નવીનતા આધારિત વિકાસ પર ભાર મૂકે છે અને આત્મનિર્ભર ભારત તથા ટેકનોલોજીકલ સ્વાવલંબન જેવા રાષ્ટ્રીય લક્ષ્યો સાથે સુસંગત છે.

આ પ્રસંગે માનનીય મંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “ROBOFEST–ગુજરાત 5.0 ગુજરાતના ઇનોવેશન ઇકોસિસ્ટમની શક્તિ દર્શાવે છે, જ્યાં શિક્ષણ, સંશોધન, બૌદ્ધિક સંપત્તિ અને ઉદ્યોગસાહસિકતા એકત્રિત થાય છે. સ્પર્ધાનો વ્યાપ, ગુણવત્તા અને રાષ્ટ્રીય ભાગીદારી આપણા ભાવિ વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજિસ્ટ્સ માટે મજબૂત પાયાનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”

ROBOFEST–ગુજરાત 5.0 ગુજરાતની વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા (STI) નીતિ સાથે સુસંગત એક ફ્લેગશિપ પહેલ છે, જે જ્ઞાન આધારિત, રીસર્ચ એન્ડ ઇનોવેશન ઓરીએન્ટેડ અને ટેકનોલોજી સક્ષમ અર્થવ્યવસ્થાની કલ્પના કરે છે. આ સ્પર્ધા શરૂઆતના તબક્કામાં રહેલા ઇનોવેશન્સને પ્રોત્સાહન આપે છે તથા હેન્ડ્સ-ઓન અનુભવાત્મક શિક્ષણને મજબૂત બનાવે છે અને વિચારોમાંથી પ્રોટોટાઇપ, પેટન્ટ, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતા સુધીના માર્ગો સર્જે છે.

કુલ 5 કરોડની ઈનામ રાશિ આપવામાં આવશે
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું કે, “ROBOFEST–ગુજરાત એ ગુજરાતની STI નીતિના અમલીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓને રિસર્ચ, ઇનોવેશન અને ડેવલપમેન્ટ માટે તથા પેટન્ટ નોંધાવવા અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપીને આપણે એવી પેઢીનું ઘડતર કરી રહ્યા છીએ જે ભારતના ટેકનોલોજીકલ નેતૃત્વ અને આત્મનિર્ભરતાને આગળ ધપાવશે.” અત્રે ઉલ્લેખનીય છે કે , કુલ રૂ. 5 કરોડની ઇનામ રાશિ સાથે ROBOFEST–ગુજરાત 5.0 યુવા ઇનોવેશન્સને ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા અને સંશોધન આધારિત ઉદ્યોગસાહસિકતા માટે સતત પ્રેરિત કરે છે. વધુ વિગતો માટે ઇચ્છુકો www.robofest.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Patdi સરકારી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી… Spiritual 5

Patdi સરકારી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી, પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમી માહોલ ગજવ્યો Patdi: સુરેન્દ્રનગર જિલ્લાના Patdi ખાતે આવેલી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં નવરાત્રી પર્વ નિમિત્તે આનંદ અને ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય પ્રો. મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ગીત-સંગીત-નૃત્યધારાના કો-ઓર્ડિનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. પિંકુબેન પરમારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર કોલેજ પરિસરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું. -> Patdi આચાર્યના માર્ગદર્શન હેઠળ નવરાત્રી કાર્યક્રમનું આયોજન : નવરાત્રી ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ ધરાવતો તહેવાર છે. માતાજીની આરાધના સાથે ગરબા અને રાસ દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં…

Khedbrahma : ખેડબ્રહ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું કેન્દ્ર શરૂ, ₹5માં મળશે ભોજન… Affordable

Khedbrahmaમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનું ઉદ્ઘાટન: માત્ર ₹5માં મળશે પૌષ્ટિક ભોજન, સાબરકાંઠામાં 2.12 લાખથી વધુ લોકોને લાભ સાબરકાંઠા: Khedbrahma શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લક્ષ્મીપુરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્ર શ્રમિકોને માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,354 લોકોને આ યોજના હેઠળ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. -> Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…