PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે.

સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે.

પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ 108 ઘોડેસવાર સાથે આયોજિત ઐતિહાસિક ‘શૌર્યયાત્રા’નું નેતૃત્વ કરશે. આ યાત્રા ‘સ્વાભિમાન પર્વ’ના ભાગરૂપે સોમનાથના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે.

સોમનાથ સ્વાભિમાન પર્વ 2026
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’નું આયોજન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને 75 વર્ષ થવાના સંયોગે આ ઉત્સવ યોજાયો છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક ‘મહારાસ’ની વિશેષ રજૂઆત કરવામાં આવશે. નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહીર રાણીઓ પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિ અને સ્વાભિમાનનું ગૌરવ દર્શાવશે. હાલમાં સોમનાથ મંદિર પરિસરમાં મહારાસના અંતિમ રિહર્સલ સાથે ભક્તિ, શક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…