ગુજરાત ભાજપ સંગઠનની જાહેર કરાયેલ નવી ટીમની આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે જાહેર કરાયેલી આ ટીમમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ તેમજ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી
ભાજપ પ્રદેશ સંગઠનમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં
– અનિરૂદ્ધ દવે (કચ્છ)
– ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ)
– અજય બ્રહ્મભટ્ટ (ખેડા)
– હિતેન્દ્ર ચૌહાણ (સુરેન્દ્રનગર)

મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. પરિન્દુ ભગતને કોષાધ્યક્ષ અને મોહન કુંડારિયાને સહ-કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી તેમજ અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠન ટીમ સાથે ભાજપ આગામી સમયમાં સંગઠનાત્મક મજબૂતી અને ચૂંટણીલક્ષી તૈયારી પર વિશેષ ભાર મુકશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…