એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાંથી અનેક અટકળો તેજ થઈ છે.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું છે. આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામાંનું કારણ પણ સામે આવ્યું છે. અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ છે. રાજીનામાં મામલે જેઠા ભરવાડે કહ્યું કે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. હવે ટૂંક સમયમાં નવા ઉપાધ્યક્ષનું નામ જાહેર થશે
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






