ભારતનો પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: લોકસભામાં ‘શાંતિ બિલ, 2025’ રજૂ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (Shanti) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ દ્વારા પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતા સરકારી એકાધિકારને સમાપ્ત કરી ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે માર્ગ ખુલ્લો મૂકવાનો પ્રસ્તાવ છે.

જો સંસદના બંને ગૃહોમાંથી આ બિલ પસાર થાય, તો પરમાણુ ઉર્જા અધિનિયમ, ૧૯૬૨ અને નાગરિક પરમાણુ ક્ષતિ જવાબદારી અધિનિયમ, ૨૦૧૦ જેવા બે મુખ્ય કાયદાઓ રદ કરવામાં આવશે, જે અત્યાર સુધી ખાનગી અને વિદેશી રોકાણ માટે અવરોધરૂપ ગણાતા હતા.

‘શાંતિ બિલ, 2025’ની મુખ્ય જોગવાઈઓ
– ખાનગી ક્ષેત્રને મંજૂરી:
હવે ભારતીય ખાનગી કંપનીઓને પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને રિએક્ટરનું નિર્માણ, માલિકી, સંચાલન તથા નિષ્ક્રિયકરણ (decommissioning) માટે લાઇસન્સ માટે અરજી કરવાની મંજૂરી મળશે. અત્યાર સુધી આ કામગીરી મુખ્યત્વે NPCIL સુધી મર્યાદિત હતી.

– જવાબદારીની મર્યાદા:
બિલ અનુસાર, દરેક પરમાણુ ઘટનામાં મહત્તમ નાગરિક જવાબદારી આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ૩૦૦ મિલિયન SDRs (લગભગ 400 મિલિયન અમેરિકી ડોલર) સુધી મર્યાદિત રહેશે.

– સપ્લાયર્સને જવાબદારીમાંથી મુક્તિ:
ઉપકરણ સપ્લાયર્સને પરમાણુ દુર્ઘટનાની જવાબદારીમાંથી સ્પષ્ટ મુક્તિ આપવામાં આવશે, જે વિદેશી કંપનીઓ માટે ભારતમાં રોકાણનો મોટો અવરોધ હતો.

– સંવેદનશીલ પ્રવૃત્તિઓ પર સરકારનો નિયંત્રણ:
ઇંધણ સંવર્ધન, ખર્ચાયેલા ઇંધણની પુનઃપ્રક્રિયા અને ભારે પાણીનું ઉત્પાદન જેવી સંવેદનશીલ પ્રવૃત્તિઓ પર સરકારનો સંપૂર્ણ નિયંત્રણ યથાવત રહેશે.

સરકારનું નિવેદન
પીએમઓના રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે બિલનો મુખ્ય ઉદ્દેશ પરમાણુ ક્ષતિ માટે વ્યવહારિક અને સંતુલિત નાગરિક જવાબદારી માળખું ઉભું કરવું તથા પરમાણુ ઉર્જા નિયમનકારી બોર્ડ (AERB) ને વૈધાનિક દરજ્જો આપવાનો છે.

આબોહવા લક્ષ્યો સાથે સંકળાયેલું બિલ
‘શાંતિ બિલ, ૨૦૨૫’ ભારતના લાંબા ગાળાના આબોહવા લક્ષ્યો સાથે સીધું જોડાયેલું છે. તેમાં 2070 સુધીમાં ચોખ્ખી-શૂન્ય ઉત્સર્જન અને 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક સામેલ છે.

ઉદ્યોગ જગતનો રસ
ટાટા પાવર, અદાણી પાવર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી અગ્રણી ભારતીય કંપનીઓએ પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા રસ દર્શાવ્યો છે. સાથે જ, વેસ્ટિંગહાઉસ, EDF અને રોસાટોમ જેવી વૈશ્વિક કંપનીઓ ભારતીય ભાગીદારો સાથે સહયોગ માટે ઉત્સુક હોવાનું માનવામાં આવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…