માઇક્રોસોફ્ટ કરશે 1.5 લાખ કરોડનું રોકાણ, સત્ય નડેલાનો ઐતિહાસિક નિર્ણય

ભારતના ડિજિટલ ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ. ટેક જગતની વૈશ્વિક મહાશક્તિ માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું નાણાકીય રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO સત્ય નડેલાએ જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટ ભારતમાં 1.5 લાખ કરોડ રૂપિયા (લગભગ 17.5 બિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ માહિતી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ આપી.

AI ઇકોસિસ્ટમને વેગ આપવા માટે માઇક્રોસોફ્ટનો ઐતિહાસિક નિર્ણય
સત્ય નડેલાએ જણાવ્યું કે ભારત AIના ક્ષેત્રમાં અસીમ સંભાવનાઓ ધરાવે છે અને માઇક્રોસોફ્ટ ભારતને “AI-પાવર્ડ ફ્યુચર” તરફ લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. નડેલાએ લખ્યું “ભારતના AI અવસરો પર PM મોદી સાથે પ્રેરણાદાયક ચર્ચા. માઇક્રોસોફ્ટ એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું — 17.5 બિલિયન ડોલરનું રોકાણ ભારત માટે કરશે.” આ રોકાણ ભારતના AI First Vision ને નવા સ્તરે લઈ જશે અને ભારતમાં મજબૂત AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ડેટા સેન્ટર્સ અને ઉચ્ચ સ્તરના સ્કિલ ડેવલપમેન્ટને મહત્ત્વપૂર્ણ વેગ આપશે.

રોકાણના 3 મોટા સ્તંભ: સ્કેલ – સ્કિલ – સંપ્રભુતા
માઇક્રોસોફ્ટના જણાવ્યા મુજબ આ રોકાણ ત્રિવિધી માળખા પર ફોકસ કરશે:
– -સ્કેલ: મોટા AI ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ ઈકોસિસ્ટમ
– સ્કિલ: કરોડો ભારતીયોને AI સ્કિલ્સથી સજ્જ કરવાનું મિશન
– સંપ્રભુતા: ભારતની ટેક્નોલોજીકલ સ્વાયત્તતાને મજબૂત બનાવવી
– આ વિઝન PM મોદીનાં “ડિજિટલ ઇન્ડિયા થી AI ઇન્ડિયા” અભિગમ સાથે સંપૂર્ણ રીતે જોડાય છે.

ભારતીય અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર પગલું
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ રોકાણથી નીચેના ક્ષેત્રોમાં ઐતિહાસિક પરિવર્તન થશે:
– AI આધારિત સ્ટાર્ટઅપ્સમાં તેજી
– નવી જનરેશન ડેટા સેન્ટર્સની સ્થાપના
– ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ
– AI સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારની નવી તક
– શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, નાણાકીય સેવાઓ અને ગવર્નન્સમાં ટેક્નોલોજીકલ પરિવર્તન

ભારત પાસે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ડેટાસેટ છે, જે તેને AI માટે સૌથી અનુકૂળ દેશોમાં ગણાવે છે. માઇક્રોસોફ્ટનું આ રોકાણ ભારતને AI સુપરપાવર બનાવવા તરફનું સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં ૩૦૦ નવી MBBS બેઠકોનો વધારો: રાજ્યમાં મેડિકલ સીટોનો કુલ આંકડો 7,500 પર પહોંચ્યો Breakthrough

ગુજરાતમાં 300 નવા MBBS સીટનો વધારો, રાજ્યમાં કુલ બેઠકો 7,500 થઈ ગુજરાતના મેડિકલ શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 300 નવી MBBS બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ ગુજરાતમાં MBBS અભ્યાસક્રમની કુલ બેઠકોની સંખ્યા વધીને આશરે 7,500 થઈ ગઈ છે. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયને મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ શિક્ષણની સુવિધાઓ અને બેઠકોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને ડોક્ટર બનવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજોમાં બેઠકો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોમાં 300 બેઠકો વધતા વધુ વિદ્યાર્થીઓને MBBSમાં પ્રવેશ મેળવવાની તક મળશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે વધશે તક…

GIFT સિટી પાસે અમિતાભ બચ્ચનની જમીન પર બનશે ૧૦ લાખ ચોરસ ફૂટનું અલ્ટ્રા-લક્ઝરી હબ 2026

GIFT સિટી પાસે ‘બિગ બી’ની જમીન પર ખીલશે ‘લોટસ’: 10 લાખ ચોરસ ફૂટનો અલ્ટ્રા-લક્ઝરી પ્રોજેક્ટ, બચ્ચન પરિવારની જમીન પર બનશે રિટેલ-ઓફિસ-રેસિડેન્શિયલ હબ  GIFT સિટી પાસે અમિતાભ બચ્ચન પરિવારની જમીન પર 10 લાખ ચોરસ ફૂટથી વધુનો અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યુઝ પ્રોજેક્ટ બનશે. જાણો પ્રોજેક્ટમાં શું હશે અને ક્યારે પૂર્ણ થશે.ગાંધીનગરની GIFT સિટી આસપાસ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યો છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પરિવાર સાથે જોડાયેલી જમીન પર મુંબઈ સ્થિત Shree Lotus Developers & Realty દ્વારા અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યુઝ ડેવલપમેન્ટ તૈયાર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનું કુલ બિલ્ટ-અપ એરિયા 10 લાખ ચોરસ ફૂટથી વધુ હોવાનું સામે આવ્યું છે.આ પ્રોજેક્ટમાં પ્રીમિયમ રિટેલ, Grade-A કોમર્શિયલ ઓફિસ અને હાઈ-એન્ડ રેસિડેન્શિયલ સ્પેસનો સમાવેશ થવાનો છે. કંપની માટે ગુજરાતમાં આ…