શિક્ષણ સહાયક ભરતી 2024 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી સમિતિએ પરિપત્ર કર્યો જાહેર

શિક્ષણ સહાયક ભરતી 2024 માટે મોટું અપડેટ આવ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ ઉમેદવારો અને પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી સમિતિએ આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.

કોઈ ઉમેદવારોને મળશે પસંદગીનો મોકો?
List-A: શાળા ફાળવણી ન થયેલ ઉમેદવારો
પ્રતિક્ષા યાદી: 23 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રકાશિત

શાળા પસંદગીની તારીખો
10 ડિસેમ્બર 2025 – 12 ડિસેમ્બર 2025
રાત્રે 11:59 સુધી
ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી અનુસાર ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાંથી શાળાઓ પસંદ કરી શકે છે.

ક્યાં અને કેવી રીતે કરવી શાળા પસંદગી?
🔗 વેબસાઇટ: https://gserc.in/
અહીં બધા ઉમેદવારો અમર્યાદિત સંખ્યામાં શાળાઓ પસંદ કરી શકે છે.

પાછળની પરિસ્થિતિ
27 જૂન 2025: PMl-2માં સમાવેશ થયેલા ઉમેદવારોને મેરિટ-કમ-પ્રેફરન્સ આધારિત ફાળવણી મળી.
23 સપ્ટેમ્બર 2025: ખાલી જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી પ્રકાશિત થઈ.

હવે આ ઉમેદવારોને બીજી વાર શાળા પસંદગીનો મોકો આપવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…