ગુજરાતમાં આજે એક જ દિવસમાં અનુભવાયા 6 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

રાજ્યમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. જેમાં આજે પોરબંદર અને તાલાલા વિસ્તારમાં ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. પોરબંદરમાં રાત્રે 1.11થી 1.28 સુધીમાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા.

ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે મોડી રાતથી અત્યાર સુધીમાં કુલ 6 ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી તરફ રાત્રિના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. બીજી તરફ રાહતની વાતએ છે કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પોરબંદરમાં અનુભવાયા 6 આંચકા
ISRના ડેટા મુજબ જો ભૂકંપની તીવ્રતાની વાત કરવામાં આવે તો તાલાલામાં આજે સવારે 10.51 કલાકે આવેલ ભૂકંપની તીવ્રતા 3.1 હતી. આ સાથે જ પોરબંદરમાં આજે ભૂકંપનો પહેલો આંચકો 1.11 કલાકે 1.9ની તીવ્રતાનો હતો. ત્યાર બાદ બીજો આંચકો 1.16 કલાકે 1. 7ની તીવ્રતાનો હતો. ત્યાર બાદ ત્રીજો આંચકો 1.19 કલાકે 1.5ની તીવ્રતાનો હતો. ત્યાર બાદ ચોથો આંચકો 1.20 કલાકે 2.3ની તીવ્રતાનો નોંધાયો હતો. અને ભૂકંપનો પાંચમો આંચકો રાત્રે 1.28 કલાકે 1.6ની તીવ્રતાનો રિક્ટર સ્કેલ પર માપવામાં આવ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ક્રૂડ ઓઈલમાં ભારે ઘટાડો: પેટ્રોલ-ડીઝલ અને LPGમાં રાહતની શક્યતા, જાણો વિગત

પશ્ચિમ એશિયામાં તણાવમાં ઘટાડાના સંકેતો વચ્ચે વૈશ્વિક બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. અમેરિકા અને Iran વચ્ચે યુદ્ધ વિરામની શક્યતાઓને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં 6થી 7 ટકાનો નોંધપાત્ર ઘટાડો…

ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો: દ્વિપક્ષીય સિરીઝ પર પ્રતિબંધ પરંતુ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમશે બંને ટીમો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોને લઈને ભારતીય રમતગમત મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ પરનો પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે, પરંતુ ચાહકો માટે રાહતરૂપે આંતરરાષ્ટ્રીય…