ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

ઘટના વિગત
– આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી.
– આગનું મૂળ કારણ કિચન વિભાગમાંથી હોવાનું પ્રાથમિક અનુમાન.
– ભાગવાની કોશિશમાં બે મૃતદેહ સીડીઓ પર મળ્યા.
– ઘણા લોકો દાઝવાથી નહીં, પરંતુ શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા.
– ઘટનાની જાણ થતા જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક BJP MLA માઈકલ લોબો સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

CM સાવંતનું નિવેદન
સીએમએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે “આ દુર્ઘટના ખૂબ જ પીડાદાયક છે. સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી થશે. ફાયર અને બિલ્ડિંગ સેફ્ટીના નિયમોનું પાલન થયું કે નહીં તે પણ તપાસાશે.”

ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન?
પ્રારંભિક તપાસ મુજબ નાઇટ ક્લબ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે મૃતકોની સંખ્યા વધી હોઈ શકે છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલુ છે.

FSL ટીમ આજે કરશે તપાસ
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી આગનું સચોટ કારણ શોધશે.

સેફ્ટી ઓડિટની માગ
BJP MLA માઈકલ લોબોએ રાજ્યના તમામ નાઇટ ક્લબ અને મનોરંજન સ્થળોનું સેફ્ટી ઓડિટ તાત્કાલિક કરાવવાની માગ કરી છે. તેમણે જણાવ્યું “પ્રવાસીઓ ગોવાને સુરક્ષિત સ્થળ માને છે. આવાં બનાવો ચિંતાજનક છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાસ તકેદારી લેવી જરૂરી છે.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતીઓનો ડેટા ડાર્ક વેબ પર? બેંક-ઇન્શ્યોરન્સ વિગતો લીક થવાથી ખળભળાટ 2026 : Shocking Revelations

ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સ ડેટા લીક? ડાર્ક વેબ પર વેચાણના દાવા વચ્ચે સાયબર સુરક્ષાને લઈને ચિંતા વધી  ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સ સંબંધિત ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાના દાવા સામે આવ્યા છે. સાયબર નિષ્ણાતોએ સાવચેત રહેવાની સલાહ આપી છે. જાણો સમગ્ર મામલો અને કેવી રીતે રાખશો તમારી માહિતી સુરક્ષિત. ડિજિટલ યુગમાં વ્યક્તિગત માહિતીની સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. તાજેતરમાં એવા દાવાઓ સામે આવ્યા છે કે ગુજરાતના કેટલાક નાગરિકોની બેંકિંગ અને ઇન્શ્યોરન્સ સંબંધિત માહિતી ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ દાવાઓને કારણે સાયબર સુરક્ષા અંગે લોકોમાં ચિંતા વધી છે. જોકે, આ દાવાઓની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે કે નહીં તે સંબંધિત તપાસ એજન્સીઓ અથવા સંસ્થાઓ દ્વારા સ્પષ્ટ થવાનું બાકી…

અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…