દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે મોડી રાત્રે નિયંત્રિત વિસ્ફોટ (Controlled Blast) કરીને તેને નષ્ટ કરી દીધું છે.

લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટમાં 13નાં મોત
11 નવેમ્બરની રાત્રે દિલ્હીના લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસ મુજબ, કાર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો અને તે જ વિસ્ફોટકોથી ભરેલી કાર ફાટવાથી ઘટનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તપાસ દરમિયાન વિસ્ફોટ સ્થળ પરથી મળેલા ડીએનએ સેમ્પલ ઉમરની માતાના ડીએનએ સાથે મેચ થયા બાદ તેની ઓળખ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ.

ઉમર નબીના ઉગ્રવાદી કનેક્શનનો પર્દાફાશ
તપાસકર્તાઓએ જણાવ્યું છે કે ડૉ. ઉમર નબી છેલ્લા બે વર્ષથી ઝડપથી કટ્ટરપંથી તરફ વળી રહ્યો હતો. તે સોશિયલ મીડિયા પર અનેક એક્સ્ટ્રીમિસ્ટ મેસેજિંગ જૂથો સાથે જોડાયેલો હતો અને ક્રિયાશીલ પણ હતો.

ત્રણ ડૉક્ટર સહિત 8 લોકોની ધરપકડ — ઇન્ટરપોલનો સંપર્ક
જમ્મુ અને કાશ્મીર પોલીસે આ કેસમાં અત્યાર સુધી 8 લોકોને ધરપકડ કરી છે, જેમાં 3 ડૉક્ટર સમાવેશ થાય છે. એક ડૉક્ટર ડૉ. અદીલનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સાગરીતોમાંનો એક ડૉ. મુઝફ્ફર દેશ છોડીને ફરાર છે. પોલીસે તેના વિરુદ્ધ ઇન્ટરપોલને રેડ કાર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી છે. માહિતી મુજબ, મુઝફ્ફર ઓગસ્ટમાં ભારત છોડીને દુબઈ ગયો હતો અને હાલમાં અફઘાનિસ્તાનમાં હોવાની આશંકા છે.

2021માં તુર્કી પ્રવાસ — સંદિગ્ધ નેટવર્કનો ખુલાસો
તપાસમાં જાણવા મળ્યું છે કે 2021માં ઉમર નબી, મુઝમ્મિલ ગણાઈ અને મુઝફ્ફર સહિત ડૉક્ટરોની ટીમ તુર્કી પ્રવાસે ગઈ હતી. તપાસ એજન્સીઓ માને છે કે ત્યાંથી જ તેમના સંપર્ક ઉગ્રવાદી નેટવર્ક સાથે જોડાયા હોઈ શકે છે.

અલ ફલાહ યુનિવર્સિટીની ફોરેન્સિક તપાસનો આદેશ
દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીના તમામ રેકોર્ડનું ફોરેન્સિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. ED અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓને યુનિવર્સિટીના ફંડ ટ્રેલ અને સંભવિત આતંકી નાણાકીય નેટવર્કની તપાસ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. 10 નવેમ્બરે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

AIUએ સસ્પેન્ડ કર્યું સભ્યપદ
“અલ ફલાહ યુનિવર્સિટી”ની સંડોવણીને લઈને Association of Indian Universities (AIU)એ તેનું સભ્યપદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. AIU સેક્રેટરી જનરલ પંકજ મિત્તલે જણાવ્યું “બાયલો અનુસાર, માત્ર સારી સ્થિતિવાળી યુનિવર્સિટીઓને જ સભ્ય ગણવામાં આવે છે.”

સમગ્ર કેસમાં ઝડપી કાર્યવાહી
દિલ્હી બ્લાસ્ટ હુમલો હવે મલ્ટી-સ્ટેટ અને મલ્ટી-લેવલ ટેરર નેટવર્ક તરફ સંકેત આપે છે. NIA, Delhi Police Special Cell, J&K Police અને કેન્દ્રિય એજન્સીઓ મળીને આખા મૉડ્યુલને નષ્ટ કરવા માટે કામગીરી કરી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…