મૂડીઝનો અહેવાલ: વિશ્વમાં મંદી વચ્ચે ભારત રહેશે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વિશ્વભરના અનેક અર્થતંત્રો મંદીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતની ગતિ મજબૂત રહેવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ (Moody’s) દ્વારા બહાર પાડવામાં આવેલા “ગ્લોબલ મેક્રો આઉટલુક 2026-27” રિપોર્ટ અનુસાર, ભારત G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે. એજન્સીએ ભારત માટે આગામી બે વર્ષ માટે સરેરાશ 6.5% વૃદ્ધિ દરનો અંદાજ વ્યક્ત કર્યો છે.

ભારતની તાકાત શું છે?
મૂડીઝના જણાવ્યા અનુસાર, ભારતની આ મજબૂત વૃદ્ધિ પાયાવિહોણી નથી. મજબૂત માળખાકીય રોકાણ, ગ્રાહક માંગમાં સતત વધારો અને નિકાસમાં વૈવિધ્યકરણ આ ત્રણેય પરિબળો ભારતની ગતિને વેગ આપી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સે ભારતીય ઉત્પાદનો પર 50% સુધીના ટેરિફ લાદ્યા હોવા છતાં, ભારતીય નિકાસકારોએ નવા બજારો શોધી કાઢ્યા છે. પરિણામે, સપ્ટેમ્બર 2025માં અમેરિકાને નિકાસમાં 11.9% ઘટાડા છતાં ભારતની કુલ નિકાસમાં 6.75% નો વધારો નોંધાયો છે.

RBI ની નીતિથી સ્થિરતા
રિપોર્ટ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સ્થિર છે. ફુગાવો નિયંત્રણમાં હોવાથી RBI એ ઓક્ટોબર 2025માં રેપો રેટ અચળ રાખ્યો હતો, જે વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ
ભારતમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો છે. આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહ દેશને બાહ્ય આંચકાઓ સામે સક્ષમ બનાવી રહ્યો છે. જો કે, મૂડીઝે નોંધ્યું છે કે ખાનગી ક્ષેત્ર હજી પણ મોટા પાયે નવા રોકાણો કરવા મામલે થોડું સંકોચ અનુભવી રહ્યું છે.

વૈશ્વિક દૃશ્ય
– વિશ્વ અર્થતંત્ર: 2026-27માં વૈશ્વિક GDP વૃદ્ધિ અંદાજે 2.5% રહેશે.
– ઉભરતા બજારો: સરેરાશ 4% વૃદ્ધિ.
– વિકસિત દેશો: માત્ર 1.5% વૃદ્ધિની અપેક્ષા.

યુએસએ – AI રોકાણ અને ગ્રાહક ખર્ચ વૃદ્ધિને ટેકો આપી રહ્યા છે.
યુરોપ – જર્મનીમાં સંરક્ષણ અને ગ્રીન ટેક પર વધતા ખર્ચથી સુધારાની આશા.
ચીન – 2025માં 5% વૃદ્ધિ શક્ય, પરંતુ 2027 સુધી ધીમી થઈને 4.2% સુધી આવવાની શક્યતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…

Nirma Campus Safety Protest Updates 2026: અમદાવાદની નિરમા યુનિવર્સિટી વિવાદમાં..

Nirma યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરી પહોંચ્યા: ગર્લ્સ હોસ્ટેલ નજીકની ઘટનાને લઈને 1000થી વધુ વિદ્યાર્થીઓનો વિરોધ અમદાવાદની Nirma યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી કથિત અશ્લીલ હરકતની ઘટના હવે વિદ્યાર્થીઓના વિરોધ સુધી પહોંચી છે. ગુરુવારે 1 ઓક્ટોબરના રોજ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં પહોંચ્યા અને હાથમાં પ્લેકાર્ડ સાથે ‘બ્લેક ડે’ મનાવી વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી ઘટનાની ફરિયાદ અને વીડિયો પુરાવા યુનિવર્સિટી સત્તાવાળાઓ સુધી પહોંચાડ્યા હોવા છતાં યોગ્ય કાર્યવાહી થવામાં વિલંબ થયો. આ સમગ્ર મામલો અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી Nirma યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ સાથે જોડાયેલો છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ, H-4 ગર્લ્સ હોસ્ટેલની સામે H-5 બ્લોકનું બાંધકામ ચાલી રહ્યું છે. 29 સપ્ટેમ્બરના રોજ આ બાંધકામ વિસ્તાર નજીક એક અજાણ્યા…