વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન

વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર અને હવાની ગુણવત્તા અંગે રીયલ-ટાઇમ માહિતી આપશે.

કારેલીબાગ ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્થાપના
આ સ્ટેશન કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત સ્થાપિત થયું છે. કારેલીબાગ વિસ્તારના પાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવેલ આ સ્ટેશન વડોદરાની હવા કેટલી શુદ્ધ છે તેની સતત દેખરેખ રાખશે.

રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર સ્ટેશન
આ મોનીટરીંગ સિસ્ટમ 24 કલાક સતત કાર્યરત રહેશે અને તેનું ડેટા સીધું GPCB અને CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ના સર્વર સાથે જોડાશે. હવાની ગુણવત્તા અંગેની માહિતી CPCB ની વેબસાઇટ અને “સમીર” મોબાઈલ એપ્લિકેશન દ્વારા સામાન્ય નાગરિકો પણ જોઈ શકશે.

વડોદરામાં કુલ પાંચ પ્રદૂષણ મોનિટરીંગ સેન્ટરો કાર્યરત
હાલ વડોદરા જિલ્લામાં કુલ પાંચ હવા પ્રદૂષણ સેન્ટરો કાર્યરત છે, જેમાંથી આ પહેલું રીયલ-ટાઇમ ટેકનોલોજી આધારિત સ્ટેશન છે. અધિકારીઓનું માનવું છે કે આ પહેલ વડોદરામાં હવા પ્રદૂષણ નિયંત્રણ માટે એક માઇલસ્ટોન સાબિત થશે.

હવે વડોદરાવાસીઓ AQI જાણી શકશે મોબાઈલ એપથી
લોકો પોતાના વિસ્તારની હવા કેટલી શુદ્ધ છે, તે ફક્ત “સમીર” એપ્લિકેશન વડે મોબાઈલ પર જ જાણી શકશે. આ પગલું નાગરિકોમાં હેલ્થ અવેરનેસ અને પર્યાવરણ સંરક્ષણ માટેની જવાબદારી વધારશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, GPCB, આરટીઓ અને ઉદ્યોગ વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રણની રંગત અને સિનેમાની ચમક: કચ્છ હવે ગુજરાતી ફિલ્મો માટે પ્રથમ પસંદગી.

સફેદ રણ હવે સિનેમાનું નવું હબ: ગુજરાતી ફિલ્મોના શૂટિંગથી કચ્છમાં રોજગારીની ભરતી! કચ્છ: ગુજરાતનું સફેદ રણ, જે પહેલા માત્ર પ્રવાસન માટે જાણીતું હતું, તે હવે ગુજરાતી સિનેમા (Dhollywood) માટે ‘ગોલ્ડ…

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…