સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ, પોલીસે તપાસ શરૂ કરી

સુરત જિલ્લામાં આજે સવારની ગંભીર ઘટના સામે આવી છે. કામરેજ તાલુકાના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સોનલ સોલંકી પોતાના બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા જતી હતી, એ દરમિયાન આ હુમલો થયો. ગોળીબાર પછી તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો અનુસાર, તેમની સ્થિતિ ચિંતાજનક છે.

પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ સોનલ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે પોતાની કારમાં અજાણ્યો GPS ટ્રેકર લગાવાયેલો હોવાની વાત જણાવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનલ સોલંકીનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે શું આ હુમલો વ્યક્તિગત વિવાદ સાથે જોડાયેલો છે કે પછી કોઈ અન્ય કારણ છે.

હાલ, કામરેજ પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લા પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે અને આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…