સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની અને 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત
આ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ દરમિયાન કેટલાક લોકોએ કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ, થાન વિસ્તારમાં આ ત્રીજી ફાયરિંગની ઘટના છે જે થોડા જ દિવસોમાં બની છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા કર્યા છે.

નગણ્ય બાબતે ફાયરિંગ
માહિતી અનુસાર, ફાયરિંગનું કારણ પાણી ઉડવા જેવી નાની બાબત હોવાનું સામે આવ્યું છે. નગણ્ય વિવાદમાંથી શરૂ થયેલી બોલાચાલી બાદ એક પક્ષે હથિયાર કાઢીને ગોળીબાર કર્યો હતો.

પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ થાન પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસ દ્વારા કેસ નોંધવાની અને ફાયરિંગમાં સામેલ વ્યક્તિઓની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો કાર્યરત છે.

સ્થાનિકોમાં આ ઘટના બાદ ભયનું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે પોલીસ પ્રશાસનએ કાયદો વ્યવસ્થામાં કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…