ફિલ્મફેર એવોર્ડ 2025: અમદાવાદના આ રસ્તા આવતીકાલે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદમાં 11 ઓક્ટોબરના રોજ થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈને શહેરના ટ્રાફિક અને AMTS બસ રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 28 AMTS રૂટની 183 બસો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.

ટ્રાફિક પ્રતિબંધ સમય
– તારીખ: 11 ઓક્ટોબર
– સમય: બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 2:00 વાગ્યા સુધી
– બસો વૈકલ્પિક માર્ગે: બપોરે 12:00 વાગ્યાથી

કયા રસ્તા બંધ રહેશે?
– રાયપુર ચાર રસ્તા થી પારસી અગિયારી રોડ
– વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ
– કાંકરિયા ગેટ નં. 3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ

નોંધ: ઉપરોક્ત માર્ગો પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.

ખુલ્લા માર્ગ અને વૈકલ્પિક રસ્તા
– વાણિજ્ય ભવનથી મણીનગર અને ખોખરા સુધીનો માર્ગ ચાલુ રહેશે
– વાણિજ્ય ભવનથી ન્યૂ ક્લોથ માર્કેટ થઈ રાયપુર જઈ શકાશે
– પારસી અગિયારીથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો ખુલ્લો રહેશે
– અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ સુધી મુસાફરી શક્ય રહેશે

AMTS રૂટમાં ફેરફાર
– શહેરના 28 રૂટની 183 બસોનું ચલણ વૈકલ્પિક માર્ગો પરથી થશે
– મુસાફરોને બપોરે 12 વાગ્યા પછી નવી રૂટ માહિતી માટે AMTS હેલ્પલાઇન અથવા સ્ટેન્ડ સુચનાઓ જોવા વિનંતી

કાંકરિયા પ્રવાસ માટે બંધ
સુરક્ષા દ્રષ્ટિએ કાંકરિયા પ્રવાસ માટે પણ 11 ઓક્ટોબરે બંધ રહેશે. શહેરીકોને અનાવશ્યક પ્રવાસ ટાળવા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.

નાગરિકોને અપીલ
મહત્વના કાર્યક્રમને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયમોનું પાલન કરો, અનુમતિ વગરના વિસ્તારમાં વાહનો ન પાર્ક કરો અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરો.

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *