Surat : BJP ના બે કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પક્ષે બંનેને ફટકારી નોટીસ

ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિ બાદ સુરત શહેરના પાર્ટી કાર્યાલયમાં ઘમાસાન સર્જાયું છે. ભાજપના બે સક્રિય કાર્યકરો દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે કાર્યાલયના અંદર છૂટા હાથની મારામારી થઈ ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વિવાદની શરૂઆત ચા-નાસ્તાની બાબતે થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, દિનેશ સાવલિયાની પટાવાળાના સાથે થયેલી સામાન્ય બોલચાલમાંથી વિવાદ શરુ થયો હતો. જેમા શૈલેષ જરીવાલા, જે ભાજપ કાર્યાલયના ખજાનચી છે, વચ્ચે પડ્યા બાદ મામૂલી બોલાચાલી શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. શૈલેષે દિનેશને સમજાવતાં કહ્યું હતું કે: “હું ખજાનચી છું, મારે બધું જોવાનું છે,” જે પરિસ્થિતિને વધુ બગાડી ગઈ. બંને વચ્ચે ઘર્ષણ વધતાં લાફા અને ધક્કામુકી સુધીનો મામલો પહોંચી ગયો.

ભાજપનો તરત જવાબ: બંનેને નોટિસ
વીડિયો વાયરલ થતાં શહેર પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે, “બન્ને કાર્યકરોને પાર્ટીશિસ્તના ભંગ બદલ તાત્કાલિક નોટિસ અપાઈ છે. ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવો પડશે. તપાસ પછી યોગ્ય પગલાં લેવાશે.” ભાજપના આંતરિક સૂત્રો અનુસાર, દિનેશ સાવલિયાને લઈને અગાઉથી પણ કાર્યાલયમાં અનેક ફરિયાદો મળી ચુકી છે.

ઘટનાએ પ્રદેશ પ્રમુખની નવી નિયુક્તિ પછી પક્ષમાં ઉથલપાથલ ઉમેરી
આ બનાવ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની તાજી નિયુક્તિ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, પાર્ટી કાર્યાલયમાં જ આમ છૂટા હાથની મારામારી થવી, પાર્ટીની શિસ્ત અને એકતા પર પ્રશ્નચિન્હ ઉભું કરે છે.

Related Posts

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *