રાજકોટ: રેસકોર્સ વિસ્તારમાં 32 લાખની લૂંટ, ‘પોલીસ’ના નામે રોકડ ભરેલો થેલો હથિયાવતા ચકચાર

શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો ભ્રમ પેદા કરીને વેપારી પાસેથી રૂ. 32 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લેવાયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

વેપારી પાસે થી મોટી રકમની લૂંટ
પ્રાથમિક માહિતી મુજબ, લૂંટનો ભોગ બનેલા વ્યક્તિની ઓળખ સમીર રશ્મિકાંત પંડ્યા તરીકે થઈ છે, જેઓ કૃષિ ઉત્પાદનોનો વેપાર કરે છે. લૂંટની ઘટના ત્યારે બની જયારે સમીરભાઈ રોકડ સાથે રેસકોર્સ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.

‘પોલીસ’ તરીકે ઓળખી લૂંટારૂઓએ ચલાવી ચાલાકી
આ કેસમાં ચાર ઈસમો સંડોવાયેલા હોવાનું મનાય છે, જેમાંથી એકનું નામ સાહેબજાદ મોટાની (ટીઆરબી/TRB જવાન) હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આરોપીઓએ પોતાને પોલીસ અથવા અધિકારીઓ તરીકે રજૂ કરી રોકડ ભરેલો થેલો જપ્ત કર્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
વિષયની ગંભીરતાને પગલે ડી.સી.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની વધુ તપાસ માટે પ્રાણનગર પોલીસ મથકે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ તંત્રે સત્તાવાર રીતે હજી સુધી કોઈ પુષ્ટિ કરી નથી, પરંતુ પ્રાથમિક તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને આરોપીઓની ઓળખ તથા પકડ માટે કવાયત ચાલી રહી છે.

Related Posts

Tragic Industrial Accident In Surat 2026: કામરેજના હલધરુમાં કાળમુખી લિફ્ટે લીધો મહિલાનો ભોગ..

Surat કામરેજના હલધરુ ગામે લિફ્ટની અડફેટે સફાઈ કામદાર મહિલાનું મોત, CCTV ફૂટેજ સામે આવ્યું કામરેજ: Surat જિલ્લાના કામરેજ તાલુકામાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કામરેજના હલધરુ ગામે આવેલી એક ફેક્ટરીમાં બેઝમેન્ટ વિસ્તારમાં સફાઈનું કામ કરી રહેલી એક મહિલા અચાનક નીચે આવેલી લિફ્ટની અડફેટે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, Surat હલધરુ ગામે આવેલી એક ફેક્ટરીના બેઝમેન્ટમાં મહિલા સફાઈ કામ કરી રહી હતી. તે દરમિયાન અચાનક ઉપરથી લિફ્ટ નીચે તરફ આવી હતી. મહિલા લિફ્ટની અડફેટે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો અને ફેક્ટરીમાં હાજર કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ…

Illegal Police Siren On Private Thar In Mahisagar 2026: ખાનગી ગાડી પર સાયરનનો દુરુપયોગ..?

Mahisagarમાં થાર ગાડીમાં પોલીસ જેવી લાઈટ-સાયરન લગાવ્યાનો વીડિયો વાયરલ, કાર્યવાહી અંગે સવાલો Mahisagar: Mahisagar જિલ્લામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને લઈને ચર્ચા શરૂ થઈ છે. વાયરલ વીડિયોમાં એક થાર ગાડીમાં પોલીસ વાહનોમાં જોવા મળતી હોય તેવી લાઈટ અને સાયરન લગાવવામાં આવ્યા હોવાનું દેખાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ગાડી રસ્તા પર પસાર થતી જોવા મળે છે અને તેના પર લગાવવામાં આવેલી લાઈટ તથા સાયરનને લઈને લોકોમાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. Mahisagar વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા વાહનમાં આ પ્રકારની લાઈટ અને સાયરનના ઉપયોગ અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, આ વીડિયો ક્યારેનો છે, ચોક્કસ કયા સ્થળે બનાવવામાં આવ્યો છે અને તેમાં દેખાતી ગાડી કોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *