ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ત્રણ વખત હુમલાઓની ઘટના બની છે અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે.

આજે અમિત શાહન ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી સેનાએ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર સુધીના તેમના કેમ્પોને નષ્ટ કર્યા હતા.

અમિત શાહે કહ્યું, ‘આતંકવાદીઓ પાકિસ્તાનથી આવતા હતા અને આપણા લોકો અને સેનાને મારી જતા રહેતા. આપણે કંઈ કરી શકતા નહોતા. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી ત્રણ મોટા હુમલા થયા છે. પ્રથમ ઉરીમાં, બીજો પુલવામામાં અને ત્રીજો પહેલગામમાં થયો. મોદીજીએ દરેક હુમલાનો એટલી તાકાતથી જવાબ આપ્યો કે આજે આખી દુનિયા આશ્ચર્યથી જોઈ રહી છે અને આજે પાકિસ્તાન ડરી ગયું છે. મોદીજીએ દરેક હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપ્યો છે.

આપણી એરડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં
અમે પાકિસ્તાનના આંતકીઅડ્ડા પર જ હુમલો કર્યો હતો તેમ છતાં પાકિસ્તાનની સેનાએ કચ્છથી લઈને કાશ્મીર સુધી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આપણી એરડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં હતા. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યારે દુનિયાભરના ડિફેન્સ એક્સપર્ટ ઓપરેશન સિંદૂરનું વિશ્લેષણ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલગામ હુમલાનો બદલો લશ્કર અને જૈશના મુખ્યાલયોને જમીનદોસ્ત કરીને લેવામાં આવ્યો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

રણની રંગત અને સિનેમાની ચમક: કચ્છ હવે ગુજરાતી ફિલ્મો માટે પ્રથમ પસંદગી.

સફેદ રણ હવે સિનેમાનું નવું હબ: ગુજરાતી ફિલ્મોના શૂટિંગથી કચ્છમાં રોજગારીની ભરતી! કચ્છ: ગુજરાતનું સફેદ રણ, જે પહેલા માત્ર પ્રવાસન માટે જાણીતું હતું, તે હવે ગુજરાતી સિનેમા (Dhollywood) માટે ‘ગોલ્ડ…

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *