પંકજ મકવાણા, અમદાવાદ સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ: મિડિયા શું પ્રકાશિત કરે તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો નથી
“જ્યાં સત્તા શબ્દો ડરાવે, ત્યાં ન્યાય લોખંડ બને છે!”
2025ના 9 મેના રોજ સુપ્રીમ કોર્ટએ એક એવી વાત કહી જે આજના યુગના પત્રકારો માટે નભમાંથી અવાજ જેવી છે: “કોર્ટનું કામ નહી કે કઈ મીડિયા સામગ્રી પ્રકાશિત કરવી કે નહિ.”
પૃષ્ઠભૂમિ એ હતી કે Delhi High Courtએ Wikipediaના એક પેજને ANIના કહેવાથી ડિલીટ કરવાનો આદેશ આપ્યો હતો — કારણ કે એમાં ANIને “સરકારના પ્રવક્તા” તરીકે દર્શાવાયું હતું. ANIના ભાવના દુભાઈ ગયા હતા. પણ Wikipedia crowd-sourced પ્લેટફોર્મ છે — એટલે એમાં હજારો વપરાશકર્તાઓના વિચારો હોય છે. આ પ્લેટફોર્મના મૂળભૂત સ્વરૂપને જ અદાલતે ખંડિત કરી દીધું.
પણ સુપ્રીમ કોર્ટ ખમતી ઊભું રહ્યું:- ન્યાયમૂર્તિ અભય એસ. ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની ખંડપીઠએ કહ્યું: “કોર્ટો ખૂલ્લા અને જાહેર મંચ છે. તેમને ચર્ચા, ટીકા અને નિરીક્ષણ માટે ખુલ્લા રહેવું જ જોઈએ.” આ શબ્દો માત્ર Wikimedia માટે જ નહિ — એ દરેક ન્યૂઝ પોર્ટલ, નાગરિક અને પત્રકાર માટે આશાવાદ છે. જ્યારે સરકારી નેફા માટે કામ કરતા માધ્યમ પોતે “માનહાની”ના કાયદા પાછળ છૂપાય છે — ત્યારે સવાલ એ છે કે સાચા પત્રકાર માટે બાકી શું છે?
જો કોણ કેટલુ પ્રચાર કરે છે એ કહેવાથી એવું લાગી જાય કે ઈમેજ દૂષિત થઈ ગઈ – તો પછી ‘ઈમેજ’ હતી કે ‘નકાબ’?
નિષ્કર્ષ:
આ ચુકાદો પત્રકારિતાની નવી પળ છે. જ્યાં કોર્ટે કહ્યું કે – “અમે સત્ય સામે ફાવે તેવી શાંતિ નહિ, પરંતુ ચર્ચાસભર અશાંતિને વરેલો.”
ગુસ્તાખી માફ, પણ Wikipedia માટે જીત નહિ — આ તો મૌન પત્રકારિતાના યુગ સામે જાગૃત સમાજની પહેલી ઘંટડી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: b_india.digital






