પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના મજબૂત નેતૃત્વ અને સશસ્ત્ર દળોની બહાદુરી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાઈ રહી છે.
ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી 13 થી 23 મે દરમિયાન યોજાનાર પ્રચાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ ભારતના સફળ ઓપરેશન્સ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને પ્રકાશિત કરીને લોકોને એક કરવાનો પ્રયાસ કરશે.
ભાજપે સોંપી આ નેતાઓને જવાબદારી
આ યાત્રા દ્વારા, ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા વરિષ્ઠ પક્ષના નેતાઓને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પોતે વિવિધ સ્થળોના પ્રવાસનું નેતૃત્વ કરશે. ભાજપે ઓપરેશન સિંદૂરને રાજકીય ઇચ્છાશક્તિનો વિજય ગણાવ્યો છે અને કહ્યું છે કે ઓપરેશન સિંદૂરએ તેનું 100% લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.
યાત્રાનો આ છે ઉદ્દેશ
આ ત્રિરંગા યાત્રાઓ 13 મે થી 23 મે દરમિયાન ભાજપના બેનર હેઠળ નહીં યોજાય. આ યાત્રાઓમાં સામાન્ય નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંગઠનોની વ્યાપક ભાગીદારી રહેશે. તેમનો ઉદ્દેશ્ય દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો અને ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓ લોકોને પહોંચાડવાનો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






