મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..

1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં વધારો થયો છે, ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘું બન્યું છે અને રેલવેની ટિકિટિંગ વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર આવ્યો છે. અહીં જાણો 1 મે, 2025થી લાગુ થયેલા 5 મોટા ફેરફારો વિશે વિગતે:

 

1. અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘું:-

દેશની જાણીતી ડેરી કંપની અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે. નવા ભાવ આજે એટલે કે 1 મે 2025થી અમલમાં આવ્યા છે. અમૂલ ગોલ્ડ, તાઝા, બફેલો, સ્ટાન્ડર્ડ સહિતના તમામ વર્ઝનના ભાવ વધ્યા છે. મધર ડેરી અને વેર્કા પહેલાં જ ભાવ વધારી ચૂક્યા છે.

 

2. ATMથી રોકડ ઉપાડવાં વધુ ચાર્જ લાગશે:-

RBIના નવા નિયમ મુજબ હવે ફ્રી લિમિટ પછી દરેક ATM ટ્રાન્ઝેક્શન માટે ₹23 ચાર્જ થશે. અગાઉ આ ચાર્જ ₹21 હતો. ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ રહેશે:

પોતાની બેંક: 5 ફ્રી ટ્રાન્ઝેક્શન દર મહિને

મેટ્રો શહેરમાં અન્ય બેંક: 3 ફ્રી

નોન-મેટ્રો શહેરમાં અન્ય બેંક: 5 ફ્રી

 

3. રેલવે: વેઇટિંગ ટિકિટ પર હવે કોચમાં મુસાફરી નહીં:- 

ભારતીય રેલવેના નવા નિયમ મુજબ હવે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો એસી કે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકશે નહીં. તેમણે ફક્ત જનરલ કોચમાં જ મુસાફરી કરવાની રહેશે. નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે:

એસી કોચ માટે દંડ: ₹440

સ્લીપર કોચ માટે દંડ: ₹250

સાથે જ મુસાફર જ્યાંથી ટ્રેન પકડી છે ત્યાંથી ટ્રેનના આરંભના સ્થાન સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે. આ સાથે IRCTC પર બુકિંગ કરતી વખતે હવે દરેક ટિકિટ માટે OTP આધારિત મોબાઇલ વેરિફિકેશન પણ ફરજિયાત બન્યું છે.

 

4. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું થયું:- 

19 કિગ્રા વજનના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹17 ઘટી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સહિતના મેટ્રો શહેરોમાં નવું ભાવ લાગુ પડ્યું છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

 

5. 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ:- 

સરકારની ‘એક રાજ્ય, એક આરઆરબી’ નીતિ અંતર્ગત 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોને વિલીન કરીને હવે કુલ 28 આરઆરબી રહી જશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આ વિલીનીકરણ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 6 મેના રોજ યોજનાની સમીક્ષા કરશે.

 

અન્ય અપડેટ્સ:-

પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત્ છે.

IRCTC બુકિંગ માટે નવા સુરક્ષા નિયમો લાગુ થયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *