ચંડોળા તળાવનો થશે કાયાપલટ: નર્મદાના પાણીથી તળાવ ભરાશે, કાંકરિયાની જેમ થશે બ્યૂટિફિકેશન

અમદાવાદના ચંડોળા તળાવનો નવો અવતાર હવે સહેલાણીઓને પણ આકર્ષશે:- તાજેતરમાં થયેલી તોડફોડ બાદ તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મુકાઈ છે. 27.53 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ શરૂ થયો છે, જેમાં વોક વે, જંગલ-જિમ, એમ્ફીથિયેટર જેવી વિવિધ સાઇટ seeing સુવિધાઓનો સમાવેશ છે.

4,000 જેટલા મકાનો તોડી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાઈ:-

29 અને 30 એપ્રિલે મ્યુનિસિપલ તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે 4 હજાર જેટલા કાચાં-પાકાં મકાન તોડી દઈને સરકારી જમીનમાંથી દબાણો દૂર કર્યાં છે. આ કાર્યવાહી બાદ તળાવના વિકાસ માટેનો માર્ગ મોકળો થયો છે.

નર્મદાના પાણીથી તળાવ ભરાશે, STP પ્લાન્ટ પણ બનશે:-

તળાવમાં ઘોડાસર કેનાલના માધ્યમથી નર્મદાનું પાણી ઠાલવાશે. સાથે જ ગટરના ટ્રીટેડ પાણી માટે STP પ્લાન્ટ પણ બનાવાશે, જેથી તળાવમાં બારેમાસ પાણી ભરેલું રહે.

સાત ફેઝમાં થશે વિકાસ, પહેલી ફેઝનો કામ શરૂ:-

ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ સાત તબક્કામાં થશે. પ્રથમ તબક્કો દાણીલીમડાથી નારોલ તરફના વિસ્તાર માટે છે. હાલ વોક વે, ખંભાતી કૂવો અને ડીપનિંગનું કામ શરૂ છે.

વિશેષ સુવિધાઓ અને સુદૃઢ બાંધકામ:-

  • વોક વે અને પ્રોમિનાડ

  • જંગલ-જિમ, પાર્ટી પ્લોટ

  • એમ્ફીથિયેટર, સુએજ પંપિંગ સ્ટેશન

  • તળાવની આસપાસ રિપેરીઅન ઝોન અને વૃક્ષારોપણ

કાંકરિયાની જેમ ટૂરિઝમ હબ બનાવવાનો લક્ષ્ય:-

આ ડેવલપમેન્ટ બાદ દાણીલીમડા, ઈસનપુર, ઘોડાસર અને શાહ આલમના રહેવાસીઓને હરવાફરવા માટે ખાસ કાંકરિયા જવું ન પડે એવું તળાવનો કાયાપલટ થશે. પ્રોજેક્ટ પછી આ વિસ્તાર નવો ટૂરિઝમ હબ બની શકે છે.

ફરી દબાણ ન થાય એ માટે દીવાલ અને સર્વે:-

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તળાવની હદ નક્કી કરવાની કામગીરી શરૂ કરી છે. દશા માતા મંદિર તરફથી તળાવને દીવાલથી બંધ કરવામાં આવશે જેથી ફરીથી દબાણ ન થાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

    ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

    પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

    પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *