તહવ્વુર રાણાએ NIA પાસેથી શું માંગ્યું? થઈ રહી છે દરરોજ 10 કલાક પૂછપરછ

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણાને ગયા અઠવાડિયે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.

સોમવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે NIA અધિકારીઓ રાણાની તબીબી તપાસ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીની એક કોર્ટે તેને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ 18 દિવસની કસ્ટડી માટે તપાસ એજન્સીને સોંપ્યો હતો.

આ પણ વાંચો: શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું

8-10 કલાક થઈ રહી છે પૂછપરછ
સૂત્રોએ જણાવ્યું હતું કે 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે NIA તપાસકર્તાઓ દ્વારા રાણાની દરરોજ લગભગ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને 238 થી વધુ ઘાયલ થયા હતા.

રાણાએ શું માંગ્યું !
એક સૂત્રએ જણાવ્યું કે, રાણા પૂછપરછ દરમિયાન સહયોગ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે મુખ્ય તપાસ અધિકારી જયા રોયના નેતૃત્વમાં NIA અધિકારીઓની એક ટીમ તેમની સતત પૂછપરછ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાણાએ અત્યાર સુધી ફક્ત ત્રણ વસ્તુઓ માંગી છે – એક પેન, કાગળ અથવા નોટપેડ અને કુરાન. જે તેમને NIA દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *