શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને સત્તાના ભૂખ્યા” ગણાવ્યા અને તેમના પર દેશનો નાશ કરવા માટે વિદેશી દળો સાથે કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો.

વર્ચ્યુઅલ સંબોધનમાં, શેખ હસીનાએ વિદ્યાર્થી નેતા અબુ સઈદની હત્યા પર શંકા વ્યક્ત કરી અને તેને સરકાર વિરોધી કાવતરાં સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે જોડાયેલા પ્રતીકોને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનુસને સીધી ચેતવણી આપતા કહ્યું, “જો તમે આગ સાથે રમશો, તો તે તમને પણ બાળી નાખશે.” તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની યાદો ભૂંસાઈ રહી છે, જિલ્લાઓમાં બનેલા સ્વતંત્રતા સેનાની સંકુલને બાળી નાખવામાં આવી રહ્યા છે.

દેશ વિનાશ તરફ : હસીના
શેખ હસીનાએ આરોપ લગાવ્યો કે યુનુસે વિદેશી નાણાં અને દળોના સમર્થનથી દેશને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે બીએનપી અને જમાત-એ-ઇસ્લામીની મિલીભગતથી હિંસા ભડકાવવામાં આવી રહી છે અને અવામી લીગના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

કારખાનાઓ અને ઉદ્યોગો બંધ થવાના દાવાઓ
હસીનાના મતે, તેમની સરકાર હટાવ્યા બાદ દેશને ઔદ્યોગિક નુકસાન થયું છે. હજારો ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને આવામી લીગ સાથે જોડાયેલા ઉદ્યોગોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હોટલ અને હોસ્પિટલો પણ નાશ પામી રહી છે.

“ફાશીવાદી આતંકવાદી” કહીને હુમલો કર્યો
પોતાના ભાષણમાં, હસીનાએ યુનુસને “ફાસીવાદી આતંકવાદી” પણ કહ્યા. તેમણે કહ્યું કે યુનુસ જાણી જોઈને દેશને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Related Posts

Air India Emergency Landing Jaipur Airport Security Protocols 2026: એર ઇન્ડિયા ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ..જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ..

Air India Flight Hijack Alert: જર્મનીથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું Jaipurમાં ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ ATCને મળ્યો હાઇજેકનો સંકેત Air India Emergency Landing Jaipur: જર્મનીના ફ્રેન્કફર્ટથી દેશની રાજધાની દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ મળતાં ઉડ્ડયન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. 14 ઑક્ટોબર 2026ના રોજ ફ્લાઇટ AI-2030ને સુરક્ષા કારણોસર Jaipur ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનના સંદર્ભમાં અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેક સાથે સંકળાયેલો સંકેત મળ્યો હતો. આ પછી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ વિમાનનું જયપુરમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાન તથા સામાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. -> ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં શું બન્યું? :-…

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *