અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના ડંડા વડે મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો. યુવકની હકીકત સામે આવતા મહીલાઓએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસ તપાસમાં થયો ખુલાસો:- શાહિબાગ પોલીસની તપાસમાં સિવિલ હોસ્પિટલના વાયરલ થયેલ વિડિયોને લઇને નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં યુવક કેમ આવું વર્તન કરતો હોવાની સમગ્ર હકીકત સામે આવી. યુવક માનસિક અસ્થિર હોવાના કારણે જાતે જ કપડા કાઢી નાખી નગ્ન થયો હતો. યુવકના પરિચિત એક શખ્સે યુવકમાં થયેલ આ બદલાવનું કારણ આપ્તા જણાવ્યું કે બાળક જન્મતાની સાથે જ 3 વખત મૃત્યુ પામ્યા હોવાથી તે ભાંગી પડ્યો. ત્રણ-ત્રણ વખત સંતાન ગુમાવતા યુવકની માનસિક સ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલમાં અભદ્ર વર્તન કરનાર યુવકની વાસ્તવિક હકીકતની જાણ થતા ફરિયાદી મહિલાઓનું મન પીગળ્યું.અને મહિલાઓએ યુવક સામે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો. યુવકના વાલી મળી આવતા પોલીસે યુવકને સોંપ્યો હતો.
શું હતો સમગ્ર મામલો ?:- ઉલ્લેખનીય છે કે, અસારવાની સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં લોકો યુવકને લાકડી અને ડંડા વડે માર મારતા જોવા મળ્યા. હોસ્પિટલમાં આ યુવકે મહિલાની છેડતી કરી હોવાનું માલૂમ પડતા લોકોએ યુવકને નગ્ન કર્યો અને પછી તેને ઢોર માર માર્યો. યુવકે મહિલાની છેડતી કરી હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં બનેલ બનાવના સામે આવેલ વીડિયો અને ફરિયાદના આધારે આ ઘટનામાં શાહીબાગ પોલીસે તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








