રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત રાહત મળશે. આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ફરી ગરમી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે.

આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન:- હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે.

કયાં કેટલું તાપમાન નોંધાયું?:- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ 41.5 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર રહ્યું,ગાંધીનગર અને ડીસામાં 40.6 ડિગ્રી,વડોદરા 40.6 ડિગ્રી,અમરેલી 40.3 ડિગ્રી,રાજકોટ 40.7 ડિગ્રી,સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી,ભુજ 38.4 ડિગ્રી,ભાવનગર 38.7 ડિગ્રી,કેશોદ 39.2 ડિગ્રી અને પોરબંદર 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…

IAS તુકારામ મુંઢે છે કોણ ? હાલ માં તેઓ ખુબ ચર્ચા માં છે જાણો…

IAS તુકારામ મુંઢે કોણ છે? ‘સિંઘમ’ તરીકે જાણીતા અધિકારીની કહાની, 21 વર્ષમાં અનેક ટ્રાન્સફર છતાં કામ કરવાની અલગ ઓળખ -> IAS : ભારતીય વહીવટી સેવાના અધિકારી તુકારામ હરીભાઉ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીને કારણે તેઓ હાલ સમાચારોમાં છવાયેલા છે. કડક નિર્ણયો, નિયમોના પાલન પર ભાર અને નિડર વહીવટી શૈલીને કારણે તેમને ઘણીવાર ‘સિંઘમ IAS’ તરીકે ઓળખવામાં આવે છે. દેશના સૌથી ચર્ચિત, ઈમાનદાર અને પોતાના કડક નિર્ણયો માટે જાણીતા IAS ઓફિસર તુકારામ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા છે. જ્યારે પણ કોઈ સિનિયર IAS ઓફિસરની વાત આવે અને તેમાં ‘પ્રામાણિકતા’, ‘જનહિત’ અને ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ’ જેવા શબ્દો જોડાય, ત્યારે તુકારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *