ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, અમદાવાદનાં આજે આ રૂટ રહેશે બંધ

અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ યોજાનારી આગામી IPL ની ડે-નાઈટ ક્રિકેટ મેચો રમાવવાની છે. GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

–>શહેરનાં આ રૂટ બંધ રહેશે:- અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

Related Posts

Gandhinagar: 24 સપ્ટેમ્બરે મેગા બાઇક રેલી Massive : 500થી વધુ બાઇકર્સ આપશે માર્ગ સલામતીનો સંદેશ Huge

Gandhinagar માં 24 સપ્ટેમ્બરે મેગા બાઇક રેલી, 500થી વધુ બાઇકર્સ આપશે માર્ગ સલામતીનો સંદેશ Gandhinagar: રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નાગરિકોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 24 સપ્ટેમ્બર, 2026ના રોજ Gandhinagar માં મેગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ રેલીમાં 500થી વધુ બાઇકર્સ જોડાશે. 24 સપ્ટેમ્બરે Gandhinagar માં યોજાશે રેલી મળતી માહિતી મુજબ, Gandhinagar  ખાતે યોજાનારી મેગા બાઇક રેલીનું પ્રસ્થાન 24 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 કલાકે ટાઉનહોલ નજીક આવેલા હેલીપેડ/એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતેથી થશે. રેલી Gandhinagar શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થશે. જેમાં ચ-0, રક્ષાશક્તિ, રિલાયન્સ ચોકડી, ઇન્ફોસિટી સહિતના…

સંતરામપુર ST ડેપોમાં ગંદકીના ઢગલા અંગે કવરેજ કરવા ગયેલા પત્રકારને ધમકી આપ્યાનો આક્ષેપ…2026 Shocking

સંતરામપુર ST ડેપોમાં ગંદકીના ઢગલા વચ્ચે કવરેજ કરવા ગયેલા પત્રકારને ધમકીનો આક્ષેપ ST:સંતરામપુર, તા. 22 સપ્ટેમ્બર 2026: મહીસાગર જિલ્લાના સંતરામપુર એસટી ડેપોમાં સ્વચ્છતાની સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે. ડેપોમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળતા આ અંગે કવરેજ કરવા ગયેલા પત્રકારને ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પત્રકારના જણાવ્યા મુજબ, સંતરામપુર ST ડેપોના A.T.I. ટીના બાપુ દ્વારા કવરેજ દરમિયાન ઉગ્ર ભાષામાં વાતચીત કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, બી ઇન્ડિયા 24×7 ન્યૂઝની ટીમ સંતરામપુર ST ડેપોમાં ગંદકીની સ્થિતિ અંગે કવરેજ કરવા પહોંચી હતી. ડેપોના વિવિધ વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા હોવાના આક્ષેપ વચ્ચે ટીમ દ્વારા સ્થળના ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતા. ગંદકીના ફોટા વાયરલ કરશો તો તૈયારી રાખજો: આક્ષેપ પત્રકારના જણાવ્યા મુજબ, કવરેજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *