હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

ગુજરાતમાં આગામી સમયમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.

ગુજરાતમાં 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવે તાપમાનમા ઘટાડો થશે, 25 તારીખે એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. જ્યારે કે, 26 અને 27 માર્ચે ગુજરાતના વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 28 તારીખ બાદ તાપમાનમા વધારો જોવા મળશે. 28 થી 31 માર્ચ ઉચા તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે.

વધુમાં પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. માવઠાને લઈને હજુ આગામી દિવસો વધારે સ્પષ્ટતા થશે કે આવશે કે નહિં.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *