Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત સહિત દેશમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં રહેતી મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી રિદ્ધિ સુથારની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, રિદ્ધિના પતિ રૂષિન પટેલ આણંદના બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના હોદ્દા પર કામ કરી રહ્યા છે.

આ પણ વાચો :- આમિર ખાન: શું પરિવાર આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે? જાણો અભિનેતાની બહેને ગૌરી સ્પ્રેટ વિશે શું કહ્યું

આણંદના બોરીયાવી નપાના કારોબારી ચેરમેનની પત્નીએ આપઘત કરી લેતા ખળભળાટ મચ્યો છે,આણંદની લાંભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,તો પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

પત્ની મોડલિંગ તરીકે કરતી હતી કામ :- આણંદ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેમનની પત્ની રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઈન્ફલુએન્સર તરીકે કામ કરતી હતી અને તેણે અચાનક કોઈ કારણોસર આપઘાત કરી લીધો છે,પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે તો પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામા આવશે,પોલીસે પરિવારના નિવેદનો પણ નોંધ્યા છે.

આ પણ વાચો :- L2 Empuraan: મોહનલાલની ફિલ્મે એડવાન્સ બુકિંગથી ધૂમ મચાવી, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી

કારોબારી ચેરમેનની પત્નીનો આપઘાત :- બારીયાવીના રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે કર્યા હતા પ્રેમ લગ્ન તો દોઢ વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરીયાવીમાં ચર્ચાઓ ઉઠી છે,લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયો છે,પતિ રૂષિલ પટેલ તાજેતરમાં જ બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે. કવડતાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણ પૂર્વ તપાસ હાથધરી છે.

આણંદના આસપાસના વિસ્તારમાં ફેમસ રિદ્ધિ સુથારની આત્મહત્યા લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલો ઉઠ્યા છે. આ ઉપરાંત, પતિ રાજકીય વગ ધરાવતો હોવાથી ભીનું સંકેલાશે તેવી પણ ચર્ચા જોર પકડી રહી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 Vibrant Pose

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો  નવી દિલ્હી: ભારતીય Cricket ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગનો એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગતમાં ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવી ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. પરંતુ અભિષેકની ચર્ચા માત્ર તેની તોફાની બેટિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. સદી પૂરી કર્યા બાદ તેમણે મેદાન પર જ પલાંઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસી ‘ૐ નમઃ શિવાય’નો જાપ કર્યો હતો. અભિષેકનું આ અનોખું સેલિબ્રેશન કેમેરામાં કેદ…

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *